આલીયા પહેલા આ ફેમસ અભિનેત્રીઓના પ્રેમમાં પાગલ થઇ ચુક્યા છે રળબીર કપૂર,આ અભિનેત્રી સાથે તો રંગે હાથે પકડાયા…

0

આ દિવસોમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જે બોલીવુડ ઇન્ડસ્ટ્રીના સૌથી હોટ અને ક્યૂટ કપલ્સની યાદીમાં સુથી ઉપર છે, નવા વર્ષની ઉજવણી માટે રણથંભોર ગયા છે. રણબીર અને આલિયા સાથે રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા પણ છે.

તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રણબીર અને આલિયા રણથંભોરમાં સગાઈ કરવાના છે તે વાતમાં હજી સુધી કોઈ માહિતી મળી નથી.

રણબીર અને આલિયા વર્ષ 2017 થી એક બીજાને ડેટ કરે છે અને તેમના લગ્નના સમાચાર વારંવાર સામે આવે છે. 2020 ના ડિસેમ્બરમાં બંનેના લગ્નની વાત હતી , પરંતુ કોરોનાને કારણે તે બંનેના પરિવારે તેને બંધ રાખ્યું.

તાજેતરમાં લગ્ન અંગે આલિયા ભટ્ટે નિવેદન આપીને બધાને આશ્ચર્યમાં મુક્યા છે. તેણે કહ્યું કે તે અત્યારે લગ્ન માટે તૈયાર નથી કારણ કે તે હજી નાની છે.

આ લેખમાં રણબીર અને આલિયાના લગ્ન વિશે નથી પરંતુ રણબીરના પ્રેમ સંબંધો વિશે જણાવીશું. રણબીરે આલિયા પહેલા ઘણી અભિનેત્રીઓ સાથે સબંધ હતા આ સૂચિમાં કોનો કોનો સમાવેશ થાય છે…

દીપિકા પાદુકોણ:

રણબીર અને દીપિકાના સંબંધો ખૂબ ચર્ચામાં રહ્યા હતા . બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરી રહ્યા હતા . પણ બંને લિવ ઇનમાં પણ રહેતા હતા. માનવામાં આવે છે કે આ બંનેની લવ સ્ટોરીની શરૂઆત ફિલ્મ બચના એ હસીનથી થઈ હતી, ત્યારબાદ તે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.


દીપિકા આ ​​રિલેશનશિપમાં ખુશ હતી,પરંતુ રણબીર દીપિકા પ્રત્યે બહુ ગંભીર નહોતો. રણબીરના આવા વર્તાવથી આ સંબંધનો અંત આવ્યો. કહેવાય છે કે દીપિકાએ રણબીરને બીજી યુવતી સાથે સબંધ હતા.

અવતિકા મલિક:


રણબીર કપૂરે આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાનની પત્ની અંવતીકા મલિકને પણ ડેટ કરી હતી. એક સમય એવો હતો જ્યારે અવંતિકા અને રણબીર એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. કે આ બંનેએ સાથે હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને આ રણબીરનો પહેલો પ્રેમ હતો તેવુ માનવામાં આવે છે..

નરગીસ ફાખરી:


રણબીર કપૂર અને નરગિસ ફાખરીએ ફિલ્મ રોકસ્ટારમાં સાથે કામ કર્યું હતું. તે દિવસોમાં એવા સમાચાર હતા કે ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એક બીજાના પ્રેમમાં હતાં અને આ સમાચાર મીડિયામાં પણ ફેલાયા હતા. જો કે, આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહીં.

સોનમ કપૂર:


રણબીર કપૂર અને અભિનેત્રી સોનમ કપૂરે ફિલ્મ સાવરિયાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આવી સ્થિતિમાં તે બંનેનું નામ પણ સામે આવ્યું હતું. કે રણબીર અને સોનમના અફેરેની ઘણી હેડલાઇન્સ બની હતી. તે દિવસોમાં અહેવાલો સામે આવ્યા હતા કે બંને એક બીજાની નજીક છે, પરંતુ તેવી વાતો વચ્ચે પછી એકબીજાથી અલગ થઈ ગયા.

એકવાર, સોનમ કપૂરે કરણ જોહરના ચેટ શો કોફી વીથ કરનમાં પણ કહ્યું હતું કે તે રણબીરને કોન્ડોમ ગિફ્ટ આપવાની ઈચ્છા રાખે છે..

મહિરા ખાન:


રણબીર કપૂરનું નામ પણ પાકિસ્તાની અભિનેત્રી મહિરા ખાન સાથે સબંધ ધરાવે છે. તેમના અફેરના સમાચાર ઘણા હેડલાઇન્સમાં આવ્યા હતા . તે દિવસોમાં રણબીર અને મહિરાનો ફોટો ખૂબ વાયરલ થયા હતા , જેમાં બંને સાથે ધૂમ્રપાન કરતા જોવા મળ્યા હતા. આ ફોટો તેની ન્યૂયોર્કની વિઝીટનો હતો.

કેટરિના કૈફ

રણબીર અને કેટરિનાએ ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં પહેલીવાર સાથે જોવા મળ્યા હતા અને તે જ ફિલ્મ દરમિયાન બંનેને એકબીજાથી પ્રેમ થયો હતો. બંનેના રિલેશનશિપના સમાચારોએ ઘણી હેડલાઇન્સમાં આવ્યા અને તેમના ફોટા એકબીજાની સાથે પણ આવ્યા . સમાચારો અનુસાર બંનેએ લિવ-ઇન સાથે કર્યું હતું , પરંતુ આ સંબંધ જલ્દીથી તૂટી ગયો.

નંદિતા મહતાની:


રણબીર કપૂર અને નંદિતા મહતાનીના અફેરના સમાચારો વિશે તમને ભાગ્યે જ જાણ હશે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે નંદબીર મહતાની સાથે સંબંધમાં જોડાયા હતા . નંદિતા એક જાણીતી ફેશન ડિઝાઇનર છે. તે કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરની પહેલી પત્ની છે.

નંદિતા મહેતાની અને રણબીર કપૂરની ઉંમરની વચ્ચેનું અંતર વધારે હતું,જેના કારણે આ સંબંધ રણબીરના પરિવારને પસંદ પડ્યો નહિ.

Share.

About Author

Leave A Reply