આખું વર્ષ હનુમાનજીની કૃપા મેળવવા માટે કરો મંગળવારે આ ઉપાય,ચમકી જશે તમારું ભાગ્ય…

0

હિન્દુધર્મના કેલેન્ડર પ્રમાણે ગઈકાલથી જેઠ મહીનાનો પ્રારંભ થઈ રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન રામના જન્મ પછી આ મહિનામાં પ્રથમ વખત રામ અને હનુમાનની એકબીજાથી મુલાકાત થઈ હતી. આ જ કારણ છે કે આ મહિનામાં આવતા દરેક મંગળવારને ખૂબ જ વિશેષ મહત્વ મળ્યું છે. મહિનામાં આવતા દરેક મંગળવારનું પણ ખૂબ જ વિશેષ છે, આ મહિનામાં ચાર મંગળવાર છે અને દરેકનું મહત્વ છે .

મંગળને ગ્રહને લગતી સમસ્યાઓનું સમાધાન :

ભારતના ઘણા વિસ્તારોમાં, આ મહિનામાં આવતા મંગળવારને મોટામાં મોટા મંગળવાર કહેવામાં આવે છે. આ મહિનામાં મંગળવારે હનુમાનજીની ઉપાસનાનું અનેક ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. આ મહિનામાં આવતા મંગળવારે કેટલાક સરળ ઉપાય કરવાથી તમારું આખું વર્ષ શુભ રીતે પસાર થાય છે અને તમારા માટે ખુશીઓની નવી ઋતુ લાવે છે. હનુમાનજીની પૂજા કરવાથી પણ મંગળને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે.અને જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે.

હનુમાન ચાલીસાના પાઠનું મહત્વ:

આ મહિનામાં, તમે સૂર્યોદયના સમયે ઉઠાવું જોઈએ અને સ્નાન કરવું અને હનુમાન મંદિરે દર્શન કરવા જવું જોઈએ. મંદિરમાં જઈને હનુમાન જીનું ધ્યાન કરવું જોઈએ અને હનુમાનજીને તુલસીની માળા પહેરાવવી જોઈએ.હલવા , ખીર સાથે તમે કોઈપણ અન્ય મીઠાઈનો ભોગ ચઢાવી શકો છો. ભગવાન હનુમાનની મૂર્તિની સામે બેસીને તેમનું ધ્યાન કરવું જોઈએ. આ પછી તમે હનુમાન ચાલીસા, બજરંગ બાન અને સુંદરકાંડનો જાપ કરવો જોઈએ. આ કરવાથી, તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.

આ કાર્ય અવશ્ય કરો:

દર મંગળવારે તમે જળ,શરબત, લસ્સીનું દાન કરવું જોઈએ. તેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.આખા મહિનામાં પાણીવાળા ફળનું દાન ખૂબ લાભદાયક છે. આ મહિનામાં આવતા મંગળવારે તમે તરબૂચ, કાકડીઓ અને નાલિયેલનું પણ દાન કરી શકો છો.

મંગળવારે મીઠાઇને વહેચવાનું પોતાનું આગવું મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે લાડુ અને કેસરી રંગની મીઠાઈ વહેંચવી ખૂબ ફળદાયી ગણવામાં આવે છે.

જો તમારે શનિદેવથી બચવું હોય તો મંગળવારે રાત્રે હનુમાન મંદિર અને શનિદેવના મંદિરમાં સરસવના તેલનો દીપક કરવો જોઈએ.
આ સિવાય કાળા રંગની વસ્તુઓનું દાન કરવાનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. તમારે કાળા દાળ, કાળા કપડા, કાળા તલ, કાળી છત્ર અને કાળા ચંદનનું દાન કરવું જોઈએ.

Share.

About Author

Leave A Reply