આ છોડ ચુંબકની જેમ ખીચે છે નાણાણે,ઘરમાં લગાવવાથી થશે ધનનો વરસાદ…

0

ભારતીય વાસ્તુ શાસ્ત્ર હોય કે ચિની વાસ્તુ શાસ્ત્ર ફેંગ શુઇ એ એક ચીની વાસ્તુ શાસ્ત્ર છે.જેના આધારે તમારા જીવનમાં શાંતિ,ઘરે સુખ,અને સમૃદ્ધિ લાવવાની ઘણી રીતો વર્ણવામાં આવી છે. પૈસા એક ખૂબ જ જરૂરી ચીજ છે.પૈસા વિના કશું જ શક્ય નથી.તેથી સંપત્તિ મેળવવા માટે વાસ્તુમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે.આ ઉપાયમાંનો એક ઉપાય સંપત્તિની પ્રાપ્તિ માટે વપરાય છે.

પૈસા મેળવવા માટે મની પ્લાન્ટ વિશે તમે બધા જાણતા હશો.જો તેને યોગ્ય દિશામાં વાવવામાં આવે છે તો તે આપણને ઘણો ફાયદો આપે છે પરંતુ જો તે ખોટી દિશામાં વાવેતર કરવામાં આવે તો તેના કારણે આપણને નુકસાન થાય છે.આજે અમે તમને મની પ્લાન્ટ વિશે નહીં પરંતુ આવા જ એક પ્લાન્ટ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાં વાવેતર કરો તેનથી તમારા ઘરે ક્યારે પણ પૈસાની તકલીફ નહી પડે.

ફેંગ શુઇ એ ચિની વાસ્તુ શાસ્ત્ર છે જે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંત પર કાર્ય કરે છે તેની અંદર જણાવેલ તમામ ઉપાયો ઘરની બધી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને તમારા ઘરના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો વધારો કરે છે આજે અમે તમને જણાવીશું ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગ શુઇમાં ઉલ્લેખિત કરેલું”ક્રેસ્યુલા”પ્લાન્ટ વિશે માહિતી આપીશું જેને વાવવાથી તમારા ઘરે પૈસાને લગતી બધી સમસ્યાઓ દુર થશે.અને તમારા ઘરે પૈસા આવવા લાગશે અને માતા લક્ષ્મી પણ ખુશ થાય છે.

ક્રાસુલાનો છોડ ખૂબ નરમ અને મખમલ જેવો હોય છે.આ છોડને વિશાળ પાંદડા હોય છે અને તેના પાંદડા લીલા અને પીળા બંને રંગના મિશ્ર હોય છે.જો તમે ક્રેસુલાનો છોડ જોશો તો તે ખૂબ જ સુંદર દેખાશે અને તેને સ્પર્શ કરવાથી મખમલ જેવો લાગે છે.પરંતુ આ છોડ જેટલો મખમલ જેવો હોય છે.તેટલાજ તેના પાંદડા વધુ મજબૂત હોય છે.પાંદડા રબર જેવા હોય છે.

તેને સ્પર્શ કરવાથી અથવા હાથ લગાવાથી ગભરાવાની જરૂર નથી.અને આ છોડની વધારે કાળજી લેવાની પણ જરૂર નથી તમે આ છોડને અઠવાડિયામાં બે કે ત્રણ વાર પાણી પીવડાવો કારણકે તે જલ્દી સુકાતું નથી અને આ છોડને રોપવા માટે વધારે જગ્યાની પણ જરૂર નથી પડતી તમે તેને નાના વાસણમાં પણ રોપણી કરી શકો છો આ છોડને વધુ સૂર્યપ્રકાશની જરૂર નથી.તેથી તમે તેને છાંયડોમાં પણ રોપણી કરી શકો છો.

ચાઇનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગ શુઇ પ્રમાણે તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્રેસુલાનો છોડ રોપી શકો છો.તમારે આ છોડ તમારા મુખ્ય દરવાજાની જમણી બાજુ મૂકવો જોઈએ.ક્રાસુલાના છોડને સકારાત્મક ઉર્જાનો ખૂબ સારો સ્રોત માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે જો આ છોડને તમારા ઘરમાં રાખવામાં આવે છે તો તે સંપત્તિમાં વધારો કરે છે.આ છોડ ચુંબકની જેમ તમાર ઘરની તરફ નાણાં ખેંચવાનું શરૂ કરે છે.અને પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થાય છે.અને તમારા ઘરે પૈસા આવવા લાગે છે.

Share.

About Author

Leave A Reply