તમે તમારા જીવનમાં ઘણા ના મોઢે સાંભળ્યું હશે કે જ્યારે પણ કુદરત આપે છે ત્યારે બધી બાજુથી આપે છે.આ નિવેદન અબુધાબીમાં રહેતા વ્યક્તિના જીવન પર સંપૂર્ણ રીતે બંધ બેસે છે.એવું કહેવામાં આવે છે કે તાજેતરના દિવસોમાં જ્યારે અબુધાબીમાં રહેતા એક બેરોજગાર વ્યક્તિ અબુધાબીને છોડીને પોતાના દેશ પરત ફરી રહ્યો હતો.
ત્યારે એરપોર્ટ પર તેની સાથે કંઈક એવું બન્યું,જેણે તેની આખી દુનિયા બદલી નાખી.આજથી થોડા દિવસો પહેલા જે માણસ પાસે નોકરી ન હતી તે રાતોરાત કરોડપતિ બની ગયો.હવે તમે વિચારશો કે તે વ્યક્તિના જીવનમાં અચાનક તો શું થયું કે તે રાતોરાત કરોડપતિ બની ગયો.તો ચાલો અમે તમને તે ઘટના વિષે જણાવા જઈ રહયા છીએ એટલે તમે વાંચવાનું ભૂલતા નહી.
ખરેખર એવું કહેવામાં આવી રહ્યું છે કે કેરળના કુટ્ટનાદમાં રહેતો માણસ બેરોજગાર હોવાના કારણે અબુધાબીમાં નોકરીની શોધમાં ગયો હતો.અબુધાબી ગયા પછી તે ત્યાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો પરંતુ પાછળથી તેને કામમાં કંટાળો આવાના કારણે તેણે નોકરી છોડી દીધી અને ભારત પાછા આવા માંગતો હતો.પરંતુ તેની પાસે પૈસા હતા નહી.એટલે તેને તેના મિત્રો પાસે મદદ માંગી.પછી તેના મિત્રોએ એક લોટરી લી આપી હતી આ લોટરી તેને એરપોર્ટ ઉપર ખરીદી અને આ ખરીદેલ લોટરી નંબર 075171 હતો.અને તે લોટરી તેને લાગી ગઈ તેથી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું.
કહેવામાં આવી રહ્યું છે કે આ લોટરીની મદદથી વ્યક્તિને લગભગ 7 મિલિયન દિરહામ એટલે કે આશરે 13 કરોડ 10 લાખ રૂપિયા જીત્યા.આટલી મોટી રકમ જીત્યા હવે આજે એટલા પૈસા મળી ગયા છે કે તે માત્ર પોતાનું જ સ્વપ્ન પૂર્ણ કરી શકશે નહીં.પરંતુ કુટુંબની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઇ જશે.તે વ્યક્તિની માતા કહે છે કે તે હંમેશાં પોતાનું મકાન બનાવવાની ઇચ્છા રાખતો હતો.
પરંતુ પૈસાના અભાવને કારણે તેનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું ન હતું.પરંતુ આજે તેનું સપનું લોટરી જીત્યા બાદ પૂર્ણ થયું છે.તેની માતા દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજથી થોડા દિવસો પહેલા જ તેના પુત્રએ તેના પિતાને કહ્યું હતું કે હવે તે આગામી સમયમાં પોતાનું મકાન બનાવવાનું સ્વપ્ન પૂરું થશે.જો આ લોટરી જીતી જઈશ તો અને ખરેખર એવુ થયું કે તે લોટરી જીતી જાય છે.
આ વ્યક્તિ તે લોકો માટે એક ઉદાહરણ છે જેઓ તેમના જીવનમાં આવનારી મુશ્કેલીઓમાંથી હાર માની જાય છે.અને પોતાનું જીવન સમાપ્ત કરે છે.કોઈપણ વ્યક્તિને ખબર નથી હોતી કે ક્યારે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.આના માટે દરેકે જીવનમા હંમેશા ધૈર્ય અને પ્રામાણિકતા રાખવી જોઈએ.આના થી ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય છે.અને તમારુ ભાગ્ય બદલી નાખે છે.