ખરાબ થઇ ગયેલા વાળને સીધા કરવા અને મુલાયમ બનાવવા માટે ઘરે કરો આ ઉપાય..

0

સ્ટેટ વાળ અને મુલાયમ વાળ ગુંચવાયા વિનાના ખૂબ સ્ટાઇલિશ અને સુંદર લાગે છે. તેઓ તમારા દેખાવ અને સુંદરતા પણ વધારો કરે છે. મહિલાઓ હંમેશાં મુલાયમ અને સિલ્કી વાળ કરાવવા માટે બ્યુટી પાર્લરમાં અઢળક પૈસા ખર્ચે છે. અહીં બ્યુટિપાર્લરમાં વાળને સીધા બનાવવા માટે કેમિલક્સ અને ગરમ હેર સ્ટેટ કરવાના યંત્રનો ઉપયોગ થાય છે.

પરંતુ આમ કરવાથી તમારા વાળને મોટું નુકસાન થાય છે. વાળના આરોગ્ય અને વિકાસ પર તેની ખરાબ અસર પડે છે. આ સિવાય ઘણી આડઅસરો પણ થાય છે. ત્યારે આ રીતો આપનાવવાથી પાર્લરમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે તમે ઘરે સીધા, સ્વચ્છ અને મુલાયમ વાળ મેળવી શકો છો. આ માટે, આજે અમે તમને કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું. આ ઉપાયોમાં વપરાતી સામગ્રી તમને તમારા ઘરમાંથી કે રસોડામાં મળી આવશે.

ઇંડા અને જેતુનના તેલનો ચમત્કાર:


ઇંડા અને જેતુંનનું તેલ તમારા વાળની અસ્થ્વ્યથની સમસ્યાના છુટકારા માટે ઘણો ઉપયોગી છે. ઇંડાની અંદર પુષ્કળ પ્રોટીનનું પ્રમાણ રહેલું છે જે તમારા વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે, જ્યારે તેમાં જેતુનનું તેલ ઉમેરવાથી તે વાળને તે ચમકાવે છે. ઇંડા અને જેતુનના તેલનો વાળ માટે હેર પેક બનાવાવાથી તે તમારા વાળને જ સિલ્કી જ નહિ પરંતુ વાળના મૂળને પણ મજબૂત બનાવે છે. તેને લગાવ્યા પછી, તમે તમારી આંગળીઓને વાળમાં કોઈપણ સમસ્યા વિના ફેરવી શકશો.

વાપરવાની રીત: આ વાળનો પેક બનાવવા માટે, એક ચમચી જેતુનના તેલમાં 1 અથવા 2 ઇંડા નાખવા જોઈએ. તમે તેમાં થોડુ દહીં અથવા પાણી પણ ઉમેરી શકશો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરવું જોઈએ અને તેને તમારા વાળ પર લગાવવું જોઈએ. એક કલાક રાખ્યા પછી તેને સાદા પાણીથી ધોઈ લેવું જોઈએ. તમારે એક દિવસ બાદ શેમ્પૂ લગાવવું જોઈએ. જો કે, જો તમે વાળમાં આવતી દુર્ગંધથી ચિંતામાં છો, તો પછી તમે તે દિવસે આ પેક વાપરવું જોઈએ. આ ઉપાયથી તમારા વાળ ચળકવા લાગશે અને મુલાયમ પણ બનશે એટલુ જ નહીં પરંતુ તમારા વાળ ખરવાની સમસ્યા પણ દુર થશે.

કુવારપાઠું અને મધ નો ચમત્કાર:


તમે શાકાહારી છો અથવા કોઈ કારણથી ઇંડાને વાપરી શકતા નથી, તો તમે એલોવેરા અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ બંનેમાંથી બનેલા વાળના પેકથી સુકા અથવા અસ્થવ્યસ્થ વાળથી છુટકારો મેળવી શકશો. એલોવેરામાં પ્રોટીઓલિટીક એન્ઝાઇમ છે જે તમારા વાળને મૂળમાંથી મજબૂત અને સ્વસ્થ રાખે છે. આ તમારા વાળના ડેડ સેલ્સનું રીપેર કરવામાં મદદ કરે છે. તેથી, મધ વાળને ચમકાવાનું કામ કરે છે. તે તમારા વાળને મુલાયમ બનાવીને વ્યવસ્થિત રાખે છે.

વાપરવાની રીત: એલોવેરાના રસને મધને મિક્સ કરવો અને પેસ્ટ બનાવવો જોઈએ. હવે આ પેસ્ટને તમારા વાળના જડમાં સારી રીતે લગાવવું જોઈએ.પછી હેર કેપ પહેરવી જોઈએ અને એકથી બે કલાક પછી તેને પાણીથી ધોઈ નાખો.તેનું પરિણામ પ્રથમ વખતમાં જ જોવા મળશે . આનાથી વાળ સીધા અને ચમકદાર બને છે અને સ્થિર પણ થાય છે.

Share.

About Author

Leave A Reply