ગુરુવારે કરશો આ ઉપાય તો ભગવાન વિષ્ણુની કૃપાથી બધા કામો થઇ જશે પુરા….

0

ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે જેઓ ગુરુવારે વિષ્ણુની પૂજા અને અર્ચના કરે છે, ભગવાન તેમની મનોકામનાઓ પૂરી કરે છે. તમારે ગુરુવારે ભક્તિભાવ મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. આ દિવસે વિષ્ણુ અને બૃહસ્પતિ ગ્રહની પણ પૂજા કરવામાં આવે છે. ભગવાન બૃહસ્પતિ બધા ગ્રહોમાં મુખ્ય છે. ભગવાન ગુરુ અને વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ પડે છે. તેથી ગુરુવારે આ રંગ પહેરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે .


નવું વર્ષ તમારા માટે શુભ બનાવવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તો તેમની પૂજાની રીત, ગુરુવારના વ્રતની પદ્ધતિ અને નિયમો જાણવા જોઈએ,.

પૂજા કરવાની રીત:


સવારે ઉઠીને ઘરની સફાઈ કરવી જોઈએ અને પછી સ્નાન કરવું જોઈએ. આ પછી, પીળા રંગના કપડા પહેરવા જોઈએ.પછી તમારા મંદિરમાં એક ચોકી લગાવો અને તેના ઉપર પીળો રંગનો કપડાને મૂકો. તેના પર લાલ રંગનું કપડુ પણ મૂકી શકો છો.

ચોકી પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અને ફોટો પણ મૂકી શકો છો અને ચોકીને યોગ્ય રીતે સજાવવી. જો શક્ય હોય તો ચોખા, હળદરની મદદથી નવગ્રહ પણ બનાવવો જોઈએ.

પછી દીવો પ્રગટાવો જોઈએ. તે પછી ભગવાન વિષ્ણુને ફૂલો અને માળા અર્પણ કરવી. વિષ્ણુને ભોગ પણ અર્પણ કરો અને તુલસીના પાન પણ ચઢાવવા જોઈએ. ઉપાસના અને પૂજા કરવાનું સંકલ્પ લેવું જોઈએ.

પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો જોઈએ – ઓમ નમો નારાયણ. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે. મંત્રનો જાપ કર્યા પછી વિષ્ણુની આરતી કરવી જોઈએ. ત્યારબાદ લોકોને પ્રસાદ વહેંચવો જોઈએ.

ઉપવાસનાના કેટલાક નિયમો વિષે જાણો:


ઘણા લોકો ગુરુવારે વ્રત રાખે છે. તેથી, જો તમે ઈચ્છો તો તમે ઉપવાસ પણ કરી શકો છો. શાસ્ત્રો અનુસાર ગુરુવારે વ્રત રાખવાથી ઘરમાં સુખની પ્રાપ્તિ થાય છે અને તમામ વેદના દૂર થાય છે. વ્રત રાખતી વખતે નીચે જણાવેલ બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.

આ ઉપવાસના દિવસે ફક્ત પીળા જ લેવા જોઈએ.પરંતુ કેળા ખાવાનું પણ ટાળો. કારણ કે આ દિવસ ગુરુ ગ્રહને પણ સમર્પિત છે અને આ દિવસે કેળાની પૂજા કરવામાં આવે છે.

ગુરુવારના ઉપવાસ દરમિયાન મીઠું ન ખાવું જોઈએ અને તેમાં ખોરાક લઈ શકો છો જે પીળા રંગનો હોવો જોઈએ. ફક્ત ઘીના ભોજન બનાવો. પૂજા દરમિયાન તમારે વિષ્ણુને અર્પણ કરેલા ફળ ખાવા ન જોઈએ.

આ ફળ કોઈ બીજાને દાનમાં આપી દેવા જોઈએ. સતત સાત ગુરુવાર સુધી આ વ્રતને કરવા જોઈએ પછી આમ કરવાથી તમને ઘરના દુખોમાંથી અને ખામીઓમાંથી રાહત પણ મળે છે.

આ કામ અવશ્ય કરો:


ગુરુવારે કેળાના ઝાડની પણ પૂજા કરવી. આ વૃક્ષની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે.ગુરુવારની પૂજા બાદ કેસરી તિલક કરવો જોઈએ અને ત્યારબાદ કોઈ શુભ કાર્ય શરૂ કરવું જોઈએ.

ગુરુવારે પણ તુલસીની પૂજા કરવી જોઈએ અને સવારે સ્નાન કરવું પછી તુલસી માતાને ગાયનું કાચું દૂધ ચઢાવો. આમ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

આ દિવસે ગુરુ ગ્રહની કથાઓ વાંચવી જોઈએ. કથા વાંચવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે, માનસિક શાંતિ મળે છે અને ગુરુ દોષનો અંત આવે છે.


જે લોકોના લગ્ન બાકી છે. તે લોકો આ દિવસે સ્નાન કરતી વખતે પાણીમાં હળદર મિક્સ કરી શકે છે.

આ ભૂલોને અવશ્ય તળવી જોઈએ:ગુરુવારે વાળ અને દાંઢી કરાવશો નહીં.આ દિવસે કપડાં અને વાળ ધોવાથી ઘરમાંથી પરેશાનીઓ ઉભી થાય છે. તેથી વાળ અને કપડાં ધોવાનું ટાળવું જોઈએ.

Share.

About Author

Leave A Reply