ઘરના મુખ્ય દરવાજાથી આવે છે સુખ અંને સમૃદ્ધિ,જો તમે કરશો આ નિયમોનું પાલન તો થશે માતા લક્ષ્મીની કૃપા,,,

0

આપણા ઘરના અલગ અલગ ભાગ છે અને દરેક ભાગનું ખૂબ જ મહત્વ છે, તેમાં મહત્વનો ઘરનો મુખ્ય દરવાજો આપણા જીવનની ખુશીઓ સાથે સબંધ ધરાવે છે, વાસ્તુ શાસ્ત્ર મુજબ, સુખ અને સમૃદ્ધિ આપણા ઘરના મુખ્ય દરવાજાથી પ્રવેશ કરે છે.

આખા ઘરનો મહત્વપૂર્ણ ભાગ મુખ્ય દરવાજો છે,તેમાંથી જ દરેક પ્રકારની ઉર્જાઓ ઘરમાં પ્રવેશ કરે છે, તેથી જ વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને લગતા ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે, તમે આ નિયમોનો ઉપયોગ કરશો અને જો તેમનું અનુસરણ કરશો, તો ધનની દેવી લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા ઘરમાં વરસશે અને સંપત્તિમાં પણ વધારો થશે જે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.

ઘરના મુખ્ય દરવાજાના કેટલાક વાસ્તુના નિયમો:


વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે ઘરનો મુખ્ય દરવાજો ઉત્તર-ઉત્તર પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ, જો ઘરનો મુખ્ય દરવાજો આ દિશામાં હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે,

અને ઘર બનાવતી વખતે ધ્યાન રાખો કે એકજ લાઈનમાં 3 દરવાજા ન હોવા જોઈએ, કારણ કે તે તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ પર અસર કરે છે, તમારે તમારા ઘરનો મુખ્ય દરવાજો હંમેશાં સાફ અને સ્વચ્છ રાખવો જોઈએ, ઘરના મુખ્ય દરવાજા પાસે ગંદકી ભેગી ન કરવી જોઈએ.

તમારે હંમેશા તમારા ઘરના મુખ્ય દરવાજાને કેરીના પાન અને આસોપાલવના પાંદડાથી તોરણ બનાવીને સજાવવું જોઈએ.


વાસ્તુ શાસ્ત્રના આધારે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલો, ત્યારે તેમાંથી કોઈ અવાજ ન આવવો જોઈએ, તમારો દરવાજો સરળતાથી ખુલે અને બંધ થઈ જવો જોઈએ, જો દરવાજામાંથી કોઈ પણ પ્રકારનો અવાજ આવે તો દરવાજાની સ્ક્રૂમાં ઓઇલના ટીંપા પાડવા જોઈએ જેથી તેમાંથી કોઈ પણ પ્રકારનો અવાજ ન આવે, કારણ કે જો દરવાજામાંથી અવાજ આવે છે, તો પૈસાની પ્રાપ્તિમાં અવરોધ આવે છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારે કાળજી લેવી પડશે કે તમે દરવાજાની સામે કોઈ અવરોધકારક બાબતો ન રાખો અને ઘરના મુખ્ય દરવાજાની સામેની જગ્યા હંમેશા ખુલ્લી રહેવી જોઈએ, ઘણી વખત એવું બને છે કે ઘરની આસપાસ કોઈ ઝાડ હોય છે. જેનો પડછાયો ઘરની ઉપર આવે છે, પરંતુ તે યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે તે પરિવારમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે.


ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ વાવવો જોઈએ અને ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું નિશાન બનાવવું જોઈએ. જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી.

વાસ્તુ શાસ્ત્ર મુજબ તમારા ઘરનો મુખ્ય દરવાજો ઘરના બધા દરવાજા કરતા મોટો અને અલગ હોવો જોઈએ જોઈએ,તે દરવાજો તમારા ઘરના પરિવારમાં ખુશીઓ લાવે છે અને આ દરવાજા દ્વારા સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જયારે પણ તમારા ઘરનો મુખ્ય દરવાજો બનાવો, તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે હંમેશાં બે-બારણાવાળા દરવાજો બનાવવો જોઈએ, કારણ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં પૈસાની કમીને દુર કરે છે અને પરિવારના સભ્યોની ઉંમરમાં પણ વધારો કરે છે.

Share.

About Author

Leave A Reply