ઘરની ગરીબી દુર કરવા માટે માતા લક્ષ્મી અને ગણેશજીની કરો એક સાથે આ રીતે પૂજા,ઘરમાં થશે ધનનો વરસાદ…

0

ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે ભગવાન શ્રી ગણેશજી અને ધનની માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી માનવ જીવનના તમામ દુખો દુર થાય છે.અને ભગવાન ગણેશજી વ્યક્તિ પ્રત્યે દયાળુ રહે છે.અને તે વ્યક્તિને રિદ્ધિ સિદ્ધિ પણ મળે છે અને માતા લક્ષ્મીની કૃપાથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ આવે છે.અને ભગવાનની કૃપા મેળવવા દરેક લોકો તેમની ઉપાસના કરે છે.પરંતુ લક્ષ્મી અને ગણેશજીના બન્ને આશીર્વાદ મેળવવા માટે તમારે પૂજા પદ્ધતિ વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આજે અમે તેમની સરળ પૂજા પદ્ધતિ વિશે માહિતી આપીશુ તેના વિષે તમે જરૂર જાણો..

લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે આ પદ્ધતિથી પૂજા કરો.

સવારે વહેલા ઉઠીને નહી ધોઈને પીળા કપડા પહેરો અને દરેક કામ પતાવીને કોઈ પણ શુભ મુહ્ર્તમાં તેમની પૂજા કરો.તમારે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરી ને પૂજાસ્થળ પર તેમની પૂજા માટેની તૈયારી કરો પરંતુ તેમની પૂજા દરમિયાન તમારે કાળજી લેવી પડશે કે તમે તમારો ચહેરો પૂર્વની દિશા તરફ રાખીને બેસવુ જોઇએ.

તમે ભગવાન ગણેશજીની મૂર્તિને હળદરથી પીળા કરેલા ચોખા પર સ્થાપિત કરો અને સંપત્તિની દેવી લક્ષ્મીજીને લાલ ચોખા પર તેમની મૂર્તિને સ્થાપિત કરો

હવે તમારે આ બંને દેવી દેવતાઓને પંચામૃતથી સ્નાન કરવો જ્યારે તમે આ બંને ભગવાનનું સ્નાન કરો છો.ત્યારે તમે ગણેશજીને ચંદન,લાલ ફૂલો અને માતા લક્ષ્મીને કુમકુમ અને લાલ ફૂલો અર્પણ કરો.

તમે તેમને ગોળના લાડુઓ અને દૂધથી બનેલી ખીર પણ અર્પણ કરી શકો છો.આ પછી તમારે સુગંધિત અગરબતી અને દીવો પ્રગટાવવો પડશે અને દેવી લક્ષ્મી-ગણેશજીની આરતી કરો

તમારે ઉપાસનામાં લક્ષ્મી વિનાયક “દંતાભયે ચક્ર દરો ધ્યાનમ્,કરગ્રાસવર્ણ ઘંટમ ત્રિનેત્રમ્ ધૃતબજય લિંગિતમ્ભિપુત્રયા લક્ષ્મી ગણેશ કનકભામિદે શ્રી ગ સૌમ્યા ગણપતયે વર વરદે સર્વજનમ્”.આ મંત્રનો જાપ 108 વાર કરો,

જ્યારે તમારી પૂજા પૂરી થાય ત્યારે તમારે તમારા ધ્વારા થયેલી ભૂલો માટે ભગવાનની માફી માંગો અને તમારી ઇચ્છા પૂરી કરવા પ્રાર્થના કરો,ત્યારબાદ તમે પંચામૃત અને પ્રસાદલો

જો તમે ઉપર વર્ણવેલ સરળ પદ્ધતિથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરો છો, તો પછી તેમની કૃપા હંમેશા તમારા પર રહેશે અને તમારા પરિવારની ગરીબી દૂર થઈ શકે છે, પૈસાથી સંબંધિત બાબતોમાં તમને સારો ફાયદો મળશે.અને તમારા જીવનમાં સકારત્મક પરિણામો જોવા મળશે

Share.

About Author

Leave A Reply