ઘરમાં પૈસા રાખતી વખતે રાખો આ બાબતનું ધ્યાન નહિ તો માતા લક્ષ્મી થઇ જશે નારાજ,બનાવી દેશે કંગાળ…

0

પૈસા વગર આપણે આપણા જીવનમાં કઈ કરી શકતા નથી.તેથી પૈસા એ એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિ તેના પૈસા વધારે હોય તેવી ઈચ્છા રાખે છે.અને ઘણા લોકો તેને કમાવા માટે રાત-દિવસ સખત મહેનત કરે છે જેથી તેઓ તેમના જીવનમાં પ્રગતિ મેળવી શકે અને વધુને વધુ કમાણી કરે, પરંતુ કેટલાક લોકો પૈસા કમાવામાં સફળ થાય છે.તો કેટલાક લોકોને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

જો તમે સખત મહેનત દ્વારા પૈસા કમાવો છો તો પછી પૈસા રાખવાના સ્થાનને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદર પૈસા રાખવાની જગ્યા અંગે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તેનાથી તમારા પૈસામાં વધારો થઈ શકે છે પરંતુ આ નિયમોનું પાલન ન કરવાના કારણે તમારે ફાયદાને બદલે નુકસાનનો સામનો કરવો પડશે.આ નિયમો વિશે જાગૃત થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે પણ થોડીક ભૂલ કરો છો તો તમારે પણ આને કારણે સતત પૈસાની ખોટનો સામનો કરવો પડી શકે છે.તેથી આજે વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણે ઘરમાં પૈસા રાખીએ છીએ ત્યાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.તેના વિશે માહિતી આપવા જઇ રહયા છીએ.એટલે જે પણ વ્યક્તિને તેના જીવનમાં પૈસા આવે છે.અને રહેતા નથી તેના વિષે બતાવા જઈ રહયા છીએ.

આ જગ્યા પર પૈસાની તિજોરી રાખો

જો તમે પૈસા રાખવા માટે તિજોરીનો ઉપયોગ કરી રહ્યાં છો,તો તમારે ખાસ કાળજી લેવી પડશે કે તમે હંમેશાં તમારા પૈસાની તિજોરીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો.વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ધનનો ખજાનો આ દિશામાં રાખવામાં આવે તો ઘરમાં પૈસાની કમી રહેતી નથી.પરંતુ જો ભૂલથી પણ તિજોરી તમારા ઘરે ઉત્તર-પૂર્વ ખૂણામાં છે.તો તમારા ઘરે પૈસા રહેતા નથી.અને તમારી આર્થિક સ્થિતિ નબળી થાય છે.

તિજોરીનો દરવાજો આ દિશામાં ના ખોલવો જોઇએ

ઘણા લોકો ઘરની અંદર પૈસા રાખવા માટે તિજોરીને રાખે છે.પરંતુ જો તમે તિજોરીને કાયમી ધોરણે તમારા ઘરની અંદર રાખી રહ્યા છો,તો ધ્યાનમાં રાખો કે તિજોરીનો દરવાજો દક્ષિણ દિશામાં ના ખોલવો જોઈએ.આવું કરવાથી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરશે નહીં.અને તમને પૈસાને લગતી તકલીફો આવા લાગે છે.

કબાટને સીધું જમીન પર ન મૂકવું જોઈએ

જો તમે તમારા ઘરમાં એક કબાટ છે.તો તમારે તેની નીચે સ્ટેન્ડ લગાવવુ જોઇએ.કબાટને સીધુ જમીન પર ન મૂકો.કબાટ ને સંપત્તિની દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.જો તમે કબાટ સીધુ જમીન પર રાખો છો.તો તે અશુભ પરિણામ આપે છે.અને જો તમે નીચે કોઈ સ્ટેન્ડ નથી મૂકી શક્તા તો તમારે ચોક્કસપણે કપડાને કબાટના નીચે નાખવું જોઈએ અથવા તમે કબાટની નીચે લાકડાનો ટુકડો પણ મૂકી શકો છો.પરંતુ તમારે સીધું જમીન પર કબાટ મુકવાનું બંધ કરો.

પૈસાની તિજોરીને ખાલી રાખવી જોઇએ નહી

પૈસાની તિજોરીને ખાલી ના રાખવી જોઈએ કારણ કે માતા લક્ષ્મીજી આના કારણે ગુસ્સે થાય છે. હંમેશાં તિજોરીમાં કેટલાક ઘરેણાં અથવા પૈસા રાખો.આ સિવાય તમે હંમેશાં તિજોરીમાં ચાંદીના સિક્કાઓ પણ રાખી શકો છો અને ગોમતી ચક્ર પણ રાખો.પરંતુ તમે આ વસ્તુઓને લાલ કાપડમાં બાંધીને રાખો તેનાથી માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થય છે.અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.

Share.

About Author

Leave A Reply