સુખી કુટુંબ ફક્ત થોડા લોકો રહેતા હોય તેને નથી કહેવાતુ સાથે સુખી કુટુંબ તો જે ઘરમાં સુખ હોય અને પરિવારના સભ્યો પ્રેમથી રહેતા હોય છે.તેને સુખી કુટુંબ કહેવાય છે.જ્યારે ઘરમાં દેવી લક્ષ્મીનો અભાવ હોય અને સુખ નથી હોતુ તે ઘરમાં વિખવાદ રહે છે. અને તે ઘર દુખી રહે છે. ઘણી વાર ઘરમાં સંપત્તિ હોવા છતાં પણ સુખ નથી મળતું.
તો તમે તમારા ઘરને ખુશીઓથી ભરેલું જોવા માંગતા હોય તો તમારે આ પાંચ વસ્તુઓ તમારા ઘરમાં કરવી જોયે તેના કારણે તમારા ઘરે ખુશી પણ આવે છે અને સંપત્તિ પણ આવે છે..શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ પાંચ બાબતો વિશે કહ્યું હતું જેનાથી તમારા પરિવારમાં ખુશ આવે છે.અને તમારા ઘરે ક્યારે પણ પૈસા નથી ખૂટતા
ગાય નું ઘી
હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ પવિત્ર માનવામાં આવે છે.અને ગાય નું પવિત્ર મૂત્ર અને ગોબરની પણ પૂજા કરવામાં આવે છે.જો તમે તમાર ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે.તો ગાયનું ઘી ઘરમાં રાખવું જ જોઇએ.જ્યારે પણ તમે ઘરે પૂજા કરો ત્યારે દીવો ગાયના ઘી થી પ્રગટાવો અથવા ગાયના ઘી થી હવન કરો.જો તમે ભગવાનને અર્પણ કરવા માટે વિશેષ પ્રસાદ બનાવતા હોય તો પણ તેમાં ગાયના ઘીનો ઉપયોગ કરો.ભગવાન તેનાથી પ્રસન્ન થાય છે. અને તમારું ઘર પણ ખુશીઓથી ભરી દે છે.
મધ
તમારે મધને ઘરમાંરાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ગાયના ઘીની જેમ મધ પણ ખૂબ શુદ્ધ છે અને તેનો પૂજામાં ઉપયોગ કરવો તે સારું માનવામાં આવે છે.ચરણામૃતમાં મધ નાખ્યા વગર તે ભગવાનને અર્પણ કરવું યોગ્ય નથી.એટલું જ નહીં કેટલીક વાર પૂજામાં પણ મધ ચઢાવવામાં આવે છે. મધ તમને બીમારીથી દૂર રાખે છે સાથે જ તમારા ચહેરાનો નિખાર પણ વધારે છે.ઘરમાં મધનો ઉપયોગ કરવાને કારણે ઘરમાં સંપતિ વધે છે.
ગંગા જળ
ગંગા ના જળ ને પવિત્ર જળ માનવામાં આવે છે.તેથી તમારે ગંગાના જળને તમારા ઘરે રાખવું જોયે ગંગા આપણા દેશની સૌથી આદરણીય અને પવિત્ર નદી માનવામાં આવે છે.ગંગાના પાણીને ઘરે છાંટવાથી નકારાત્મક શક્તિઓ બહાર નીકળી જાય છે.આનાથી ઘરને સુખ મળે છે અને દેવી-દેવતાઓ ઘરના સભ્યો પર કૃપા વરસાવે છે.
શંખ
જો તમારા ઘરમાં પૂજા ઘર હોય તો તેમાં જરૂર શંખ રાખો.પૂજા ઘરમાં શંખ રાખવાથી અને તેને રોજ વગાડવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને મન પણ શુદ્ધ બને છે.શંખ વગાડવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રેવેશે છે અને શંખ ભગવાન વિષ્ણુને ખુબ પ્રિય છે.જો તમ્રે પણ તમારુ ઘર ખુશીઓથી ભરી દેવા માંગતા હોય તો તમે તમારા ઘરે જરૂર શંખ રાખો.
ચંદન
ઘરમાં ચંદન રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.ચંદનનો ઉપયોગ કરવાથી મનને ઠંડક મળે છે અને ઘરમાં કોઈ લડાઈ ઝઘડા થતા નથી.અને ઘરમાં ચંદન રાખવાથી તમારા ઘરે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે.અને તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવે છે.