જો તમારે પણ બનવું છે કરોડપતિ તો માતા લક્ષ્મીને ખુશ કરવા માટે કરો આ 5 ઉપાય …….

0

આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસા મેળવવા માટે અનેક પ્રકારની મહેનત કરતો હોય છે.જયારે એવું પણ કહી શકાય કે પૈસા બધા લોકો માટે સૌથી મહત્વપૂર્ણ બની ગયા છે.લોકો વધારે પૈસા કમાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરતા હોય છે.ધનિક વ્યક્તિ વધારે પૈસા મેળવવા માંગતો હોય છે જયારે ગરીબ વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે કોશિસ કરે છે.

પરંતુ પૈસા મેળવવા એટલા આશાન નથી.કેટલાક કારણોને લીધે પૈસા મેળવવાના માર્ગમાં ઘણા અવરોધો આવવા લાગે છે.ઘણી કોશિશ કરવા છતાં પણ જ્યારે વ્યક્તિને સફળતા નથી મળતી તો આવી સ્થિતિમાં વ્યક્તિ ખૂબ જ નિરાશ થઇ જાય છે.પરંતુ તેમાં સફળતા મેળવવા માટે પણ શાસ્ત્રોમાં ઘણા ઉપાય દર્શાવ્યા છે.જેની મદદથી તમે ભગવાન લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો.

જો તમે પણ આવા કેટલાક ઉપાયો અપનાવશો તો તમારી મહેનતથી મેળવેલા પૈસા ક્યારેય વ્યર્થ ખર્ચ થતા નથી.આજે તમને પૈસા મેળવવા માટેના આવા કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ,જેને અપનાવીને ધનની દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં કાયમી રહેશે અને જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં રહે.આર્થિક સ્થિતિ વધારે મજબુત બની શકે છે.

– શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘરમાં નિયમિત અથવા દર શુક્રવારે શ્રી સુક્ત અથવા લક્ષ્મી સુક્તનો પાઠ કરવામાં આવે છે ત્યાં ધનની દેવી લક્ષ્મીજી ઘરની અંદર હંમેશા રહે છે.જો તમે પણ દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો આ પાઠ તમારા ઘરે જરૂર કરવો જોઈએ.તે કરવાથી જીવનના આર્થિક સંકટ દૂર થાય છે તે ઉપરાંત સંપત્તિ પ્રાપ્ત થાય છે.

– વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણા ઘરની નકારાત્મક ઉર્જા આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવે છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે તેમના ઘરમાં અનેક સમસ્યાઓ આવતી હોય છે.ઘણીવાર પરિવારના સભ્યો વચ્ચે અસ્તેજ રહે છે.એવું કહેવાય છે કે માતા લક્ષ્મીજી અશાંત ઘરમાં રહેતા નથી.તેથી તમારે અઠવાડિયામાં એકવાર દરિયાઇ મીઠાથી ઘરને સાફ કરવું જોઈએ,તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પરિવારમાં સુખ-શાંતિ આવે છે.જીવનમાં આવતા કેટલાક અવરોધો દૂર થાય છે.

– તમારે દરેક અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરવું જોઈએ.જો તમારા ઘરની અંદર કોઈ નકામી વસ્તુ અથવા વધારે પડતો કોઈ કચરો હોય તો તેને બહાર ફેંકી દો અથવા તેને વેચી દેવી.તે ઉપરાંત ઘરના મંદિરમાં પાંચ અગર્વાત્તી લગાવવી.તે તમને શુભ ફળ આપશે.ઘરમાં શાંતિનું વાતાવરણ જોવા મળે છે.

– જો તમે પૂનમના દિવસે ગાયના છાણનું દહન કરો અને મંત્ર દ્વારા 108 વાર જાપ કરો.આ ઉપાય કરવાથી ધાર્મિક ભાવના ઉત્પન્ન થાય છે,એટલું જ નહીં પરંતુ ઘરને લગતી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.આ સિવાય તમારે ઘરમાં ગુગળનો ધૂપ કરવો જોઈએ.આને મહિનામાં બે વાર તમારા ઘરમાં કરવો જોઈએ.આ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે.

– જો તમે આર્થિક રીતે પરેશાન છો અને જલ્દીથી તમારી આર્થિક સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો તો તમારે ગુરુવારે પીપળના ઝાડ પર સાદું પાણી ચડાવવું જોઈએ,તે પછી તમારે ઘીનો દીવો પ્રગટાવવો.આ ઉપરાંત તમે શનિવારે પીપળના ઝાડને દિવસે ગોળ અને દૂધ પાણીમાં ભેરવીને તે પાણી ચડાવો.તે સાથે સરસવના તેલનો દીવો પ્રગટાવો.જો તમે આ ઉપાય કરો છો તો તે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે.

Share.

About Author

Leave A Reply