તમારી કુંડળીમાં કેતુ છે અશુભ તો આ રાશિના લોકોને આવશે મોટી મુસીબતો…

0

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેતુનુ પરિવહન ને એક મોટી જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે.જો કેતુ તેની રાશિમાં ફેરફાર કરે છે. તો તે તમામ 12 રાશિમાં પણ થોડી અસર જોવા મડે છે.આજે કેતુ ધનુ રાશિથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.જ્યોતિષી શાસ્ત્ર અનુસાર કેતુ એક પડછાયો ગ્રહ છે અને તેનો કોઈ આકાર અથવા રૂપ નથી.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કેતુ અશુભ હોય તો તે વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓનું કારણ કેતુ છે.પરંતુ જો કુંડળીમાં કેતુ ગ્રહ મજબુત હોય તો તે શુભ પરિણામ આપે છે.પરંતુ તમારે તમારી કુંડળીમાં કેતુની સ્થિતિ અશુભ છે.તે જાણવું હોય તો આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.અને કેતુના ખરાબ પ્રભાવોથી છૂટકારો મેળવવાના ઉપાયો પણ બતાવીશું.એટલે તમે આને જરૂરથી વાંચજો.

જ્યારે કેતુ કુંડળીમાં અશુભ હોય ત્યારે આ નિશાનીઓ જોવા મળે છે.

જો વ્યક્તિની કુંડળીમાં કેતુ અશુભ છે.તો તેને પગ સંબંધિત રોગો થાય છે.એટલે કે કુંડળીમાં કેતુ અશુભ હોવાને કારણે પગમાં દુખાવો ઉપરાંત વાહનમાં અકસ્માતના કારણે તમારા પગમાં ઈજા થવાની સંભાવના વધે છે.કેતુ ના ખરાબ પ્રભાવથી તે વ્યક્તિને માથાને લગતી કોઈ બીમારી આવતી નથી.પરંતુ જો તે વ્યક્તિની કુંડળીમાં અશુભ છે.તો તે વ્યક્તિના શરીરના નીચલા ભાગને અસર કરે છે.

કેતુ અશુભ હોવાને કારણે મૂત્રાશય અને સાંધાનો દુખાવો સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ થવા લાગે છે.જો તમારી કુંડળીમાં કેતુ અશુભ છે તો તમારે માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે.તમારું ધ્યાન કોઈ કામમાં લાગતું નથી અને મગજ ભટકતુ રહે છે.કાયદાકીય વિવાદમાં આવવાનો ભય વધી જાય છે.

કુંડળીમાં કેતુની અશુભ સ્થિતિ હોવાને કારણે વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. સતત પૈસાની ખોટ થાય છે.ધંધામાં નુકસાન થાય છે. સારી તક પણ હાથમાંથી છુટી જાય છે.કેતુ ખરાબ સ્થિતિને કારણે પૂર્વજોની સંપત્તિ નહીં મળવાના સંકેતો પણ બતાવે છે.

જો તમને ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ તમારી મહેનતનું ફળ મળી રહ્યું નથી,તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી કુંડળીમાં કેતુની સ્થિતિ અશુભ છે કારણ કે વ્યક્તિ સખત કામ કરે છતાં પણ કેતુ અશુભ હોવાને કારણે વ્યક્તિને સફળતા મળતી નથી.

કુંડળીમાં કેતુને મજબૂત બનાવવા માટે આ ઉપાય કરો

જો તમે કુંડળીમાં કેતુની ખરાબ સ્થિતિને કારણે અસ્વસ્થ થઈ રહ્યા છો.તો તમે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખિત કેટલાક ઉપાયો કરી શકો છો.એટલે કેતુને મજબૂત બનાવવા માટે ભગવાન ગણેશની પૂજા કરો.કેતુને કુંડળીમાં મજબૂત બનાવવા માટે તમે બે રંગવાળા કૂતરાને રોટલી ખવડાવો આથી જલ્દી તમને ફાયદો થશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે તમારી કુંડળીમાં નબળા કેતુને મજબૂત બનાવવા માંગતા હોય, તો તમે આ માટે રત્ન જડી અને રુદ્રાક્ષ પહેરો.આ પધ્ધતિઓ અપનાવવાથી વ્યક્તિ કેતુના ખરાબ પ્રભાવથી છૂટકારો મળે છે.અને તેના જીવનમાં સકારત્મક ઘટનાઓ બનવા લાગે છે.

Share.

About Author

Leave A Reply