તુલસીની માળા પહેરવાથી થાય છે અઢળક લાભ જેને જેણીને તમે પણ ધારણ કરી દેશો માળા…

0

હિન્દુ ધર્મમાં તુલસીનું અનેક મહત્વ છે.જયારે તુલસીની વાત કરવામાં આવે તો મોટાભાગના દરેકના ઘર આંગણે તુલસીનો છોડ તો હોય જ છે.શાસ્ત્રો મુજબ એવું કહેવાય છે કે ઘરના આંગણે તુલસીનો છોડ રોપવો ખૂબ જ શુભ છે.તે છોડ ત્યાના આસપાસના વાતાવરણમાં એક સારી ઉર્જા ફેલાવે છે.

જ્યાં તુલસી હોય છે ત્યાં આસપાસ હકારાત્મક ઉર્જાનો પ્રવાહ નિશ્ચિત રૂપે જોવા મળે છે.એવું પણ કહી શકાય કે દરેકનું ઘર આંગણું ઘરનું પ્રવેશ કેન્દ્ર છે,જે ઘરનું સૌથી પવિત્ર બિંદુ માનવામાં આવે છે.જે ઘરમાં તુલસી હોય છે ત્યાં તેની નિત્ય પૂજા થાય છે તેવા ઘરમાં કોઈ દિવસ આફત આવતી નથી.

તુલસીના પણ અનેકરીતે ઉપયોગી છે.તે ઔષધીય ફાયદા માટે પણ જાણીતી છે.તેમજ તુલસીના મોતીનો ઉપયોગ માળા બનાવવા માટે થાય છે જે પહેરી શકાય છે અને મંત્ર જાપ કરવા માટે પણ થઈ શકે છે.ખાસ કરીને અમુક લોકો તેને ધારણ કરતા હોય છે.તે પણ પ્રવિત્ર છે.

માન્યતાઓ અનુશાર એવું કહેવાય છે કે વિષ્ણુ ધર્મોત્રામાં ભગવાન વિષ્ણુએ પોતે કહ્યું છે કે કોઈ પણ શંકા વગર તુલસીની માળા પહેરે છે.ભલે તે વ્યક્તિ અશુદ્ધ હોય અથવા ખરાબ તેના વિચારો હોય પરંતુ તે ભગવાનના ચોક્કસ આશીર્વાદ પ્રાપ્ત કરે છે.તુલસીની માળા પહેરવાથી મન અને આત્મા શુદ્ધ બને છે.

એવું પણ કહેવામાં આવે છે કે તેમાં ઘણી ઔષધીય ગુણધર્મો પણ છે.માળા પહેરવાથી અનેક રોગોથી છૂટકારો મળે છે.આ માળાવળે મંત્ર જાપ અને પાઠ પણ કરી શકાય છે.ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો એવું કહે છે કે તુલસીની માળાથી જાપ કરવાથી આપણે શ્રીહરિની નજીક જઈ શકીએ છીએ.પરંતુ તુલસીની માળા પહેરીને કેટલાક નિયમો હોય છે તે દરેક વ્યક્તિએ તેનું પાલન તો કરવું જ પડે છે.

તુલસીની માળા પહેરવાના કેટલાક નિયમો –

– જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે બુધ અને ગુરુ ગ્રહો તુલસીની માળા પહેરવાથી શક્તિશાળી બને છે.જે લોકોએ તુલસીની માળા પહેરી છે તેઓએ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ.

– જ્યોતિષ શાસ્ત્ર મુજબ એવું કહેવામાં આવે છે કે તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળનો છંટકાવ અને અગરબત્તીના ધૂપવળે પવિત્ર કરવી જોઈએ.

– તુલસીની માળા પહેરતા પહેલા મંદિરમાં જઇને શ્રીહરિની પૂજા કરવી જોઈએ.તુલસીના માળા પહેરનારા લોકોએ ખાસ કરીને ડુંગળી અને લસણ ન ખાવું જોઈએ.

જાણો તુલસીની માળા પહેરવાના ફાયદાઓ –

– તુલસીની માળા પહેરવાથી અવાજ મધુર થાય છે.ગળાના રોગો થતા નથી.હૃદય સુધી લાંબી માળા પહેરવાથી ફેફસાં અને હાર્ટ રોગો સામે રક્ષણ આપે છે.

– તુલસીની માળા પહેરવાથી શરીર સ્વચ્છ,રોગ મુક્ત બને છે.તુલસીની માળા સીધી શરીરની વિદ્યુત રચનાને અસર કરે છે.તેને પહેરવાથી શરીરમાં વિદ્યુત શક્તિનો પ્રવાહ વધે છે અને શરીરમાં તેને પકડવાની ક્ષમતામાં વધારો થાય છે.

– ગળામાં તુલસીની માળા પહેરવાથી જીવનશક્તિમાં વધારો થાય છે.તે ઉપરાંત અનેક રોગોથી મુક્તિ પણ મળે છે.તુલસીની માળામાં પર ભગવાનનો જાપ કરવો અને તેને ગળામાં પહેરવાથી જરૂરી એક્યુપ્રેશર પોઇન્ટ્સ પર દબાણ આવે છે,જે માનસિક તાણમાં મદદ કરે છે.ચેપી રોગો સામે રક્ષણ આપે છે અને શરીરના સ્વાસ્થ્યને સુધારે છે અને આયુષ્ય પ્રદાન કરે છે.

– ગળામાં માળા પહેરવાથી લોહીના પરિભ્રમણમાં કોઈ અવરોધ ઉભો થતો નથી.મજબૂત ઇલેક્ટ્રિક પાવરને લીધે લોહીના પરિભ્રમણમાં સુધારો આવે છે.

– તુલસીની માળા ધારણ કરનારનું વ્યક્તિત્વ આકર્ષક બનાવે છે.કાંડામાં તુલસીની માળા પહેરવાથી નાડી નીકળતી નથી.હાથ સુન્ન થતો નથી.હાથની શક્તિ વધે છે.

– તુલસીનાં મૂળને કમર પર બાંધવાથી મહિલાઓને ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને લાભ થાય છે. બાળજન્મની પીડા ઓછી હોય છે અને પ્રસૂતિ પણ સરળ બને છે.કમરમાં તુલસીનો પટ્ટો પહેરવાથી લકવો થતો નથી.કમર,યકૃત,બરોળ,પેટ અને જાતીય અંગોની કોઈ વિકૃતિઓ ઉભી થતી નથી.

– તુલસીના નિત્ય દર્શન કરવાથી બધા પાપનો નાશ થાય છે.શરીરને સ્પર્શ કરવાથી શરીર શુદ્ધ બને છે.તુલસી વાવવાથી આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.એવું માનવામાં આવે છે કે આ માળા પહેર્યા પછી કોઈ ખરાબ દૃષ્ટિ અથવા દોષ માણસને સ્પર્શ કરતો નથી.

Share.

About Author

Leave A Reply