બુધ દોષને દુર કરવા માટે બુધવારે કરો આ ઉપાય ,દરેક બાબતોમાં થશે તમારો મોટો ફાયદો….

0

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની ખામી હોય તો તેના કારણે તેના જીવનમાં ઘણી સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે.અને વ્યક્તિનો સ્વભાવ પણ ચીડિયાપણા જેવો થઈ જાય છે.એટલું જ નહીં તેને માથાનો દુખાવો,તણાવ,માન અને સન્માન જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગ્રહની મહાદશાને કારણે જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે.જો તમે બુધ ગ્રહ સંબંધિત ક્ષતિઓથી છૂટકારો મેળવવા માંગતા હોય તો બુધવારના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.તેથી તમે બુધવારે કેટલાક ઉપાય કરો તો બુધ દોષથી મુક્તિ મળવાની સાથે ગણેશજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે.તો ચાલો અમે તમને જણાવીએ કે કયા કયા ઉપાયો બુધવારે કરવા જોયે. .

બુધવારના આ ઉપાયો કરવાથી ગ્રહોની સ્થિતિ સુધરી જાય છે.

આપણે બધા જાણીએ છીએ કે બુધવારને ભગવાન ગણેશજીનો દિવસ માનવામાં આવે છે.જો તમે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરો છો,તો તે તમારા ઘરમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધવારે જો કેટલાક સરળ ઉપાય કરવામાં આવે તો બુધ ગ્રહ સારી અસર આપે છે.પરંતુ ગણેશજીની પૂજા દરમિયાન તમારે તેમને મોદક ચઢાવા જોઈએ.આ ઉપાય બુધના દોષોને દૂર કરે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ,જો વ્યક્તિની કુંડળીમાં બુધ ખામીયુક્ત છે,તો તેના કારણે તે વ્યક્તિનુ માન અને સન્માન ઘટવા લાગે છે.કોઈ કારણસર અથવા તમે આ પ્રકારની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારે બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ.તમારે બુધવારે તમારા જમણા હાથની નાની આંગળી પર નીલમણિ રત્ન પહેરવો જોઈએ.જો તમે નીલમણિ રત્ન પહેરતા પહેલા કોઈ જ્યોતિષવિદ્યાના નિષ્ણાતની સલાહ લો તો તે ખૂબ જ યોગ્ય રહેશે.

જો તમારે બુધ ખામીને દૂર કરવી હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ આ ઉપાય કરો.તમે બુધવારે ગાયને લીલુ ઘાસ ખવડાવો.આ ઉપાય કરવાથી બુધની ખામી દૂર કરવા સાથે ભગવાન ગણેશજી તમને ધનપ્રાપ્તિ પણ કરાવે છે.આ ઉપાય કરવાથી તમે બુધ દોષની અસર ઘટાડી શકો છો પરંતુ તમારે એ કાળજી લેવી પડશે કે તમે આ ઉપાય ફક્ત એક બુધવારે જ નહીં પરંતુ તમારે દર બુધવારે નિયમિત આ ઉપાય કરવો જોઈએ.આ ઉપાયથી તમારા જીવનની સમસ્યાઓનો અંત આવે છે.

બુધ દોષને કારણે તમારું જીવન અસ્થ વ્યસ્થ થઈ ગયું છે.અને તમારે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે.તો આવી સ્થિતિમાં ભગવાન ગણેશજીની પૂજા કરો.અને તમે દર બુધવારે ગણેશજી ને સિંદૂર ચઢાવો.જો તમે આ ઉપાય કરો છો,તો ધીરે ધીરે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જશે.

અને દિવસે સ્નાન કર્યા પછી નજીકના કોઈ મંદિર અથવા ઘરમાં રાખેલા ગણેશજીની મૂર્તિને દુર્વા અર્પણ કરો.પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે ભગવાન ગણેશને 11 કે 21ની સંખ્યામાં દુર્વા ચઢાવો છો.તો તે તમારા પર ખૂબ જલ્દીથી ખુશ થાય છે.અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે.તેથી ભગવાન ગણેશજીને વિજ્ઞહરતા પણ કહેવામાં આવે છે.

Share.

About Author

Leave A Reply