મુકેશ અંબાણી આટલા અમીર હોવા છતાં આ ગાડી હજુ સુધી ખરીદી શક્યા નથી,કારણ જાણીને ચોકી જશો…

0

આજના યુગમાં દરેક વ્યક્તિની પોતાની પાસે એક કાર રાખવા માંગે છે.કારણે તે કારની મદદથી તે વ્યક્તિ ગમે ત્યાં ફરવા જઇ શકે તેને ગમે તે કામમાં આવી શકે પરંતુ જ્યારે સામાન્ય લોકોની વાત આવે છે ત્યારે તેમના બજેટના અભાવને કારણે સામાન્ય લોકો નાની અને સસ્તી કાર ખરીદે છે.

બીજી બાજુ જો આપણે મોટા અને ધનિક લોકોની વાત કરીએ તો આ લોકો કરોડોની કારો ભેગી કરે છે.આજ સુધી તમે તમારા જીવનમાં લગભગ 10-20કરોડની કારો વિશે સાંભળ્યું હશે.

પરંતુ આજે અમે તમને વિશ્વની સૌથી મોંઘી કાર વિશે જણાવીશું.જેને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પણ ખરીદી શકતા નથી.હવે તમે વિચારતા જ હશો કે તે કાર કેટલી મોંઘી હશે કે જેને મુકેશ અંબાણી ખરીદી નથી શકતા તેથી ચાલો અમે તમને તે કાર અને તે કારની કિંમત વિશે જણાવી એ છે.એટલે તમે તેને વાંચવાનું ભૂલતા નહી.

તમે પહેલાથી જ જાણતા હશો કે રોલ્સ રોયસ એ મોંધી અને લક્ઝરી કાર બનાવવા માટે વિશ્વભરમાં જાણીતી છે.રોલ્સ રોયસ દ્વારા બનાવેલી કાર સુવિધાઓની દ્રષ્ટિએ વિશ્વની અન્ય કારથી અલગ છે.આ સાથે તેનો લુક લોકોને આકર્ષિત પણ કરે છે.

તમને જણાવી દઈએ કે રોલ્સ રોયસ દ્વારા બનાવવામાં આવેલી દરેક કાર સંપૂર્ણપણે કસ્ટમાઇઝ થયેલ છે.જેના કારણે જો તમે એક જ મોડેલની બે કાર જોવો છો તો તમને તેમાં તફાવત જોવા મળશે.એવું કહેવામાં આવે છે કે રોલ્સ રોયસ કંપની દ્વારા બનાવવામાં આવેલી દરેક કાર રોબોટ નહીં પણ માનવ હાથથી બનાવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે તાજેતરના સમયમાં,રોલ્સ રોયસે વિશ્વની સૌથી મોંઘી કાર બહાર પાડી છે.જેનું નામ‘સ્વેપ્ટેલ’છે. આ કારની વાત કરીએ તો આ કારની અંદર 6.75 લિટર વી 12 એન્જિન લગાવવામાં આવ્યું છે.જે વધુ શક્તિશાળી છે.ચાલો તમને જણાવી દઈએ કે આ કાર કોઈ ખાસ ગ્રાહક માટે બનાવવામાં આવી છે.

કોઈ ખાસ ગ્રાહક માટે કસ્ટમાઇઝ્ડ હોવાથી,તમને આ કારની અંદર ઘણું કસ્ટમાઇઝેશન જોવા મળશે.આ કારના બોડી વિશે વાત કરવામાં આવે તો આ કારની બોડી ફેન્ટમ – VIII કુપેની એલ્યુમિનિયમ સ્પેસ ફ્રેમ ડિઝાઇન પર બનાવવામાં આવી છે.તમને જણાવી દઈએ કે દુનિયાની આ અનોખી કાર દેખાવમાં ખૂબ સારી લાગે છે.

જો આ કારના આંતરિક ભાગની વાત કરી એ તો આ કારના આંતરિક ભાગમાં ટાઇટેનિયમ ઘડિયાળ,મેસેસર ઇબોની વુડવર્ક,પાલ્ડો વૂડ ઇન્ટિરિયર અને સીટરો ઉપરાંત અન્ય વસ્તુઓ પર શ્રેષ્ઠ ગુણવત્તાવાડુ લેધર લગાડવામાં આવે છે.જો આ કારની કિંમત વિશે વાત કરી એ તો આ કારની કિંમત લગભગ 84 કરોડ રૂપિયા છે.હવે તમે વિચારતા જ હશો કે અંબાણી આ કાર તો સરળતાથી ખરીદી શકે પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ કાર એક ખાસ વ્યક્તિ માટે બનાવવામાં આવી છે.જેના કારણે મુકેશ અંબાણી ઇચ્છે તો પણ આ કાર ખરીદી શકતા નથી.

Share.

About Author

Leave A Reply