શરીર માટે ખુબ જ લાભદાયક હોય છે ચંદન,જેના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો..

0

પૂજા દરમિયાન ચંદનનો ઉપયોગ વધુ થાય છે અને ચંદનનો તિલક ભગવાન શિવને કરવામાં આવે છે. ચંદનને ખૂબ જ પવિત્ર છે અને હિન્દુ ધર્મમાં, ચંદનના તિલકનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચંદનની લાકડીઓથી ચંદન બનાવવામાં આવે છે. તેની સુગંધ ખૂબ જ સારી અને આનંદદાયક છે અને ચંદનની સુગંધથી તણાવ પણ દૂર થાય છે. આયુર્વેદમાં ચંદનને ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવાથી અનેક રોગો દુર થાય છે.

ચંદનના આ ઉપાયોથી થશે તમારું સ્વાસ્થ્ય સારું બનશે :

માથાનો દુખાવાને મટાડવા :

જો તમને માથાનો દુખાવો થાય, તો તમે કપાળ પર ચંદન લગાવી શકો છો. ચંદન લગાવવાથી માથાનો દુખાવો તરત જ દૂર થાય છે. ચંદનનું પેસ્ટ તૈયાર કરવા માટે, તમારે ચંદન પાવડર ઉપયોગમાં લેવો જોઈએ.

તમારે ચંદનના પાઉડરમાં ગુલાબજળ ઉમેરીને બરાબર મિક્ષ કરને પેસ્ટ બનાવવું જોઈએ. આ પેસ્ટને તમારા કપાળ પર લગાવો. આ પેસ્ટને કપાળ પર લગાવવાથી શરીરમાં ઠંડક અને માથાના દુખાવામાં તરત જ રાહત મળે છે.

માનસિક બીમારીઓથી છુટકારો મેળવવા:

ચંદનનું લાકડું માનસિક બીમારીઓ દૂર કરવામમાં મદદ કરે છે અને તેનો ઉપયોગ કરવાથી મનની શાંતિમાં પણ વધારો થાય છે. જે લોકો નિયમિતપણે કપાળ પર ચંદન લગાવે છે તેઓ તાણવમાંથી હંમેશા માટે દુર રહે છે અને ઘણી માનસિક બિમારીઓથી પણ બચાવ થાય છે.

વાળને સુંદર બનાવવા:


વાળમાં ચંદનને લગાવવાથી વાળ ચમકે છે અને વાળ મજબૂત બને છે તમે ચંદનના પાવડરમાં નાળિયેર તેલને ઉમેરીને , આ પેસ્ટને વાળમાં 20 મિનિટ સુધી લગાવેલુ રાખો. 20 મિનિટ બાદ વાળને શેમ્પૂથી ધોઈ નાખો.

ચહેરાની સુંદરતામાં પણ વધારો કરે છે:

ચંદનનો ઉપયોગ ફેસ પેકબનાવામાં પણ થાય છે. ચહેરા પર ચંદન લગાડવાથી ચહેરો ચમકે છે. આ સાથે, ખીલની સમસ્યાથી પણ છુટકારો મળે છે. તેથી, તમારે ઉનાળામાં ચંદનને ચહેરા પર લગાવવું જોઈએ. ચંદનનો પાવડર, મુલ્તાની માટી અને ગુલાબજળનો ઉપયોગ કરીને ફેસ પેક બનાવો.

તેમાં એક ચમચી ચંદનનો પાવડર અને ગુલાબજળમાં મુલ્તાની માટીને મિશ્ર કરો અને પછી આ પેસ્ટને તમારા ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. 15 મિનિટ પછી તેને પાણીથી સારી રીતે ધોઈ નાખો. ચંદનનો ફેસ પેક લગાવવાથી ચહેરો ચમકશે.

આંખના નીચે કાળા ડાઘા દૂર કરવા:

જો તમારી આંખ પાસે ડાર્ક સર્કલ છે, તો તમારી આંખોની નીચે ચંદનની પેસ્ટ લગાવવી જોઈએ. ચંદનની પેસ્ટ લગાવવાથી ત્વચાને રાહત મળશે અને કાળા સર્કલ ધીમેં ધીમે દુર થશે.

પરસેવાને આવતો બંધ કરવા માટે :

જે લોકોને ઉનાળામાં વધુ પડતો પરસેવો આવે છે, તેઓએ લાલ ચંદનના પાવડરની પેસ્ટ પોતાના શરીર ઉપર લગાવવો જોઈએ અને આ પેસ્ટ સુકાયા પછી સ્નાન કરવું જોઈએ. આ પેસ્ટને શરીર પર લગાવવાથી તમારી તાજગીમાં વધારો થાય છે .

Share.

About Author

Leave A Reply