શું તમે જાણો છો ભારત ની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ વિશે જ્યાં માત્ર 10 રૂપિયા મળે છે ગંભીર રોગ ની સારવાર

નમસ્કાર, મિત્રો આજે આપણે વાત કરશું કે તમને કેન્સર માટે હવે એક સ્પેશિયલ હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં તમને માત્ર 10 રૂપિયામાં સારવાર મળી રહેશે.

દેશના સૌથી મોટા કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ઝજ્જરમાં પણ પ્રોટોન થેરેપીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક ઉપચાર છે જેમાં દર્દીઓના કેન્સરગ્રસ્ત ગાંઠો પ્રોટોન બીમ દ્વારા નાશ પામે છે. આ માટે એઈમ્સે એક અત્યાધુનિક મશીન પણ મંગાવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં આ મશીનથી સારવારનો ખર્ચ 20 થી 25 લાખ રૂપિયા થાય છે.

આજે દેશની સૌથી મોટી રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટિટ્યૂટ હરિયાણાના ઝજ્જરમાં શરૂ થવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કુરુક્ષેત્રથી વીડિયો કોન્ફરન્સ દ્વારા તેનું ઉદ્ઘાટન કરશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં રાષ્ટ્રીય કેન્સર સંસ્થામાં 50 પથારીની સુવિધા શરૂ કરવામાં આવી છે. 2020ના અંત સુધીમાં આ હોસ્પિટલમાં 500 પથારીની સુવિધા શરૂ કરવામાં આવશે. હાલમાં સંસ્થાની ઓપીડીમાં 80 થી 100 દર્દીઓ જોવા મળી રહ્યા છે.

રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના નિયામક ડો. જી. કે. રથે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ એઈમ્સથી દર્દીઓ અહીં લાવવામાં આવી રહ્યા છે. વર્ષ 2020 સુધીમાં 500 બેડની સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય છે. ઓપરેશન થિયેટર અને રેડિયોથેરપીની સુવિધા અહીં માર્ચથી શરૂ કરવામાં આવશે.

પ્રોટોન થેરેપી દ્વારા કેન્સરની ગાંઠ નાશ પામશે : નોંધનીય છે કે દેશની સૌથી મોટી કેન્સર સંસ્થા, ઝજ્જરમાં તૈયાર કરાયેલ હોસ્પિટલમાં પ્રોટોન થેરેપીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક ઉપચાર છે જેમાં દર્દીઓના કેન્સરગ્રસ્ત ગાંઠો પ્રોટોન બીમ દ્વારા નાશ પામે છે. આ માટે એઈમ્સે એક અત્યાધુનિક મશીન પણ મંગાવવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોમાં આ મશીનથી સારવારનો ખર્ચ 20 થી 25 લાખ રૂપિયા થાય છે. જયારે અહીં તમને માત્ર નજીવા ખર્ચે સારવાર મળી રહેશે.

ફક્ત કેન્સરના કોષોને જ લક્ષ્ય બનાવે છે : તમને જણાવી દઈએ કે પ્રોટોન થેરેપી ફક્ત કેન્સરના કોષોને જ લક્ષ્ય રાખે છે. જ્યારે આસપાસના સ્વસ્થ કોષોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તેનાથી શરીરના અન્ય ભાગો પર રેડિયેશનની આડઅસર થતી નથી.

સારવાર માટેની ફી ફક્ત 10 રૂપિયા જ છે : ઝજ્જરની રાષ્ટ્રીય કેન્સર સંસ્થાની ફી માત્ર 10 રૂપિયા હશે. આ ફી ઓપીડીની હશે. આ સંસ્થામાં ગયા મહિને જ ઓપીડી સેવા શરૂ કરવામાં આવી હતી. હાલમાં અહીંના એઈમ્સથી દર્દીઓ રિફર કરવામાં આવી રહ્યા છે.

તમે આ લેખ Logical Gujju ના માધ્યમ થી વાંચી રહ્યા છો અને જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અમને ચોક્કસ જણાવશો અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મોકલી પણ શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી બધા વાચકો સુધી પહોચાડી શકીએ અને ફેસબુક ઉપર મુખ્ય સમાચારો, સરકારી યોજના, હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ ને ફોલો પણ કરી શકો છો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા જ રહીશું-આ આર્ટીકલ વાંચવાબદલ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *