સુરતીઓ સાવધાનઃ મહિલાઓમાં કોરોના સંક્રમણ વધ્યું, તો શાળા-કોલેજ બંધ

શાળા-કોલેજોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ફરતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ઘરે લઇ જતા હોવાનું બહાર આવી રહ્યંુ છે. શાળા-કોલેજો સુપર સ્પેડર્સ બનતા પહેલી વખત કોરોના સંક્રમણના કુલ કેસમાં ૪૦ ટકાથી વધુ કેસ મહિલાઓેના આવી રહ્યા છે. પાલિકાએ આવતીકાલથી દરેક શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરાવવા ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યુ છે.રાજ્યભરમાં કોરોનાના વધતા કેસોથી તંત્ર ચિંતિત બન્યું છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા બેડ વધારાની ફરજ પડી છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ તેમજ SVP હોસ્પિટલમાં બંધ કરી દેવાયેલા વોર્ડ ફરી ખોલવામાં આવ્યા છે.

શહેરમાં કોરોના સંક્રમણમાં અત્યાર સુધી મહિલાઓ કરતાં પુરુષોમાં કોરોના સંક્રમણ વધારે જોવા મળતું હતું. કોરોના પીક પર હતો ત્યારે કુલ કેસના ૭૦ ટકા કેસ પુરુષોના જ્યારે ૩૦ ટકા કેસ મહિલાઓના મળતા હતા, પરંતુ શાળા-કોલેજ શરૂ થતા જ મહિલાઓમાં સંક્રમણની ટકાવારી ૩૦ ટકાથી વધીને ૪૦ ટકાને પાર કરી ગઇ છે. પાલિકાએ દરેક ઝોનમાં કોરોના સંક્રમણના આંકડા તપાસતા તથ્ય બહાર આવ્યું છે કે શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ કોરોના વાઇરસનંુ સંક્રમણ ઘરે લઇ જાય છે. યુવા વયને કારણે વિદ્યાર્થીઓને કોરોના વાઇરસની અસર થતી નથી, પરંતુ વાઇરસને કારણે ઘરની મહિલાઓમાં સંક્રમણ ફેલાઇ રહ્યું છે. જે મહિલાઓમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે તેમના બાળકોની શાળા-કોલેજોમાં રેપિડ ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ઘરની બહાર નીકળતી વખતે મહિલાઓને ખાસ તકેદારી રાખવા તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવા અપીલ કરવામાં આવી છે.ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. હાલ 300 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ત્રણ નોટિસ છતાં કેસ મળશે તો શાળા-કોલેજ બંધ: શાળા-કોલેજમાં કોરોના વાઇરસનો કેસ મળે તો ફકત એક વર્ગખંડ બંધ કરાવવામાં આવે છે. શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માસ્ક નહી પહેરતા હોવાથી સંક્રમણ વધી રહ્યંુ છે. કોરોનાનો કેસ આવ્યા બાદ પાલિકા દ્વારા તકેદારીના પગલારૂપે નોટિસ આપવામાં આવે છે. ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ શાળા કે કોલેજમાં કેસ જોવા મળશે તો ૧૪ દિવસ માટે શૈક્ષણિક સંસ્થા બંધ કરાવવામાં આવશે.પરંતુ ત્રણ જિલ્લાઓમાં 100 થી વધુ કોરોનાના કેસો નોંધાય હતા, જેમાં અમદાવાદમાં 129, વડોદરામાં 103 અને સુરતમાં 100 કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા.

કોરોના વધતા ફરી ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટઝોનની સંખ્યા વધારાશે: કોરોનાના કેસ જુલાઇ-ઓગસ્ટની જેમ નહીં વધે તે માટે પાલિકાએ ફરી એક વખત ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટે વધારવાની વ્યૂહરચના અપનાવી છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં શકય એટલા વધુ લોકોને ટેસ્ટિંગ માટે અપીલ કરવામાં આવી છે. કલસ્ટર જાહેર થયેલા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે શહેર પોલીસ સાથે સંકલન કરવામાં આવશે.એક તરફ કોરોનાને માત આપવા સિનિયર સીટીઝન તેમજ કો-મોરબીડીટી હોય તેવા 45 વર્ષથી વધુને નાગરિકોને વેકસીન આપવામાં આવી રહી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાં 15 લાખથી વધુ લોકોને વેક્સીનના પ્રથમ અપાઈ ચૂકી છે.

કોરોના વધતા ફરી ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટઝોનની સંખ્યા વધારાશે: કોરોનાના કેસ જુલાઇ-ઓગસ્ટની જેમ નહીં વધે તે માટે પાલિકાએ ફરી એક વખત ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને કન્ટેનમેન્ટે વધારવાની વ્યૂહરચના અપનાવી છે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં શકય એટલા વધુ લોકોને ટેસ્ટિંગ માટે અપીલ કરવામાં આવી છે. કલસ્ટર જાહેર થયેલા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે શહેર પોલીસ સાથે સંકલન કરવામાં આવશે. સાંજે 7.30 વાગે બજારો બંધ કરી દેવું એવો કોઈ આદેશ amc એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાંજ યુનિટ બંધ કરાવી દેવાય છે. કોરોના સંક્રમણ વધ્યું, પણ બજાર બંધ કરવાની કોઈ વાત નથી.

ચૂંટણી પૂરી થતા પ્લોટમાં લોકોને એકત્ર થવા મંજૂરી નહીં મળે :પાલિકા ચૂંટણી દરમિયાન કોવિડ ગાઇડલાઇન અભેરાઇ પર ચઢાવનાર પાલિકાએ હવે કેસ વધ્યા હોવાનું કારણ આગળ ધરી પ્લોટમાં તહેવાર કે ગેટ ટુ ગેધર માટે લોકોને મંજૂરી નહી આપવાનો નિર્ણય કર્યો છે. ઉમરા પાર્ટી પ્લોટ પર દર રવિવારે માસ્ક વગર યુવાનો રમતા હોવાથી પગલા ભરવા સૂચના આપવામાં આવી છે. એસવીએનઆઇટીની આસપાસ તથા પનાસ વોક વે પર લોકો મોર્નિંગ વોક કરતા હોય ત્યારે જનજાગૃતિ માટે સાઇનેજ મૂકવામાં આવશે.ત્રે બજાર બંધ કરવાની અત્યારે કોઈ વાત નથી. રાત્રિ કર્ફ્યૂનો સમય વધારવાનો કોઈ આદેશ નથી. જ્યાં ભીડ થતી હોય ત્યાં કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. લૉકડાઉન કે 8 વાગ્યા પછી બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તો કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કરાયા છે.

ત્રણથી વધુ કોરોનાના કેસ આવે તો ટેક્સટાઇલ માર્કેટ બંધ કરાશે: એક જ દિવસમાં કાપડ માર્કેટ સાથે સંકળાયેલી બાવીસ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવતા પાલિકાએ ટેક્સટાઇલ માર્કેટના હોદ્દેદારો સાથે બેઠક યોજવાનંુ નકકી કર્યુ છે. આ માટે બે અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જે માર્કેટમાં ત્રણથી વધુ કેસ આવશે તેને બંધ કરાવવામાં આવશે.સુરતમાં 533 માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા છે. સિટીમાં 10,422 ઘરોમાં રહેતા 40,032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. સુરતમાં હાલ સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાયેલા છે. આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર કન્ટેઇનમેન્ટમાં મૂકાઈ છે.તો બીજી તરફ, સુરતમાં મહિલાઓમાં કોરોના સંક્રમણ વધ્યું. 30 ટકાથી વધી 40 ટકા સંક્રમણ વધ્યું છે. પહેલી વખત દર 100 માંથી 40 મહિલાને કોરોના થયો હોવાનું નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *