ઘરની આ જગ્યા પર બનાવી દો ઓમ અને ત્રિશુલ તમારા ઘરને તોડયા ફોડયા વગર સુધરી જશે ઘરનુ વાસ્તુશાસ્ત્ર

હવે ઘણીવાર એવી પ્રોબ્લેમ્સ ઉદ્દભવતી હોય છે કે આપણે ઘર બનાવતા સમયે તથા ઘર ની ખરીદી કરતા સમયે વાસ્તુ પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી. પરીણામે ઘર નુ વાસ્તુ અનુરૂપ બનાવવા માટે થોડી ઘણી ભાંગતોડ કરવી પડે છે. પરંતુ ,હાલ આ લેખ મા તમને એક એવા ચમત્કારીક ઉપચાર વિશે જણાવીશ. જેની સહાયતા થી તમે ઘર ની તોડભાંગ કર્યા વિના પણ ઘર ના વાસ્તુ ને સુધારી શકો છો.

ઘર ના રસોઈઘર માટે :
જો તમારા ઘર મા રસોઈઘર વાસ્તુશાસ્ત્ર ને અનુરૂપ ના બનેલુ હોય તો આ રસોઈઘર ના બહાર ના ભાગ મા અથવાતો રસોઈઘર ની અંદર ના ભાગ મા ૧૮*૧૮ નો મિરર લગાવી દેવો તથા આ રસોઈઘર ના ઉત્તર-પૂર્વ ખૂણા મા પીરામીડ લગાવી દેવુ. જેથી આ રસોઈઘર ને લગતા તમામ વાસ્તુદોષ દૂર થઈ જશે

ઘર ના ટોઈલેટ તથા બાથરૂમ માટે :
ઉત્તર-પૂર્વ દિશા મા વાસ્તુ અનુસાર પ્રભુ નો વાસ થાય છે માટે આ દિશા મા કયારેય પણ ટોઈલેટ અથવા તો બાથરૂમ ના બનેલુ હોવુ જોઈએ. પરંતુ , જો તમારા ઘર મા આ દિશા મા ટોઈલેટ કે બાથરૂમ હોય તો તેની અંદર ના ભાગ મા એક બાઉલ મા નમક ઉમેરી ને રાખી દેવુ.

ઘર ની પાસે ઉગાડેલા વૃક્ષ માટે :


જો ઘર ની આજુ બાજુ મા નૈઋત્ય ખૂણા પર કોઈ વૃક્ષ ઉગેલુ હોય તો નિયમીત સંધ્યાકાળે આ વૃક્ષ પાસે દીવો તથા અગરબત્તી મૂકવી જેથી આપણા ઘર મા રહેલા વાસ્તુદોષ દૂર થઈ જાય.

જળસ્ત્રોત માટે :
જો આગ્નેય ખૂણા મા કોઈ જળસ્ત્રોત એટલે કે કુવો અથવા તો બોરીંગ વગેરે હોય તો તેના થી ઘર મા વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘર ની સ્ત્રીઓ તથા બાળકો ને શારીરીક તથા માનસિક સમસ્યાઓ થી પીડાવુ પડે છે. આવુ ના બને તે માટે આ જળસ્ત્રોત પાસે ફટકડી નો ટૂકડૉ મૂકી દેવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *