જો તમારી સેલેરી પણ આવતા જ પુરી થઈ જતી હોય તો સવારના સમયે ઉઠીને તરત જ કરો આ એક ઉપાય

હાલ , તમને આ લેખ માં તમને અમુક એવા ઉપાય વિશે જણાવીશું જે અજમાવવા થી તમે તમારી તમામ આર્થિક સમસ્યા માંથી મુક્તિ મેળવી શકશો. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ સમસ્યા સૂર્ય સાથે સંકળાયેલી છે એવું માનવામાં આવે છે. કારણ કે , જો તમારી કુંડળી માં સૂર્ય નું સ્થાન મજબૂત હોય તો તમે જીવન મા અઢળક માન-સન્માન , પ્રતિષ્ઠા , સમૃદ્ધિ અને નાણાં મેળવી શકો.

ઉપાય :
તમારા જીવનમાં પ્રવર્તી રહેલી આર્થિક સમસ્યાઓ ને દૂર કરવા માટે તથા તમારી પાસે નાણાં ટકી રહે તે માટે નિયમિત પરોઢે ઉઠીને સ્નાન કરીને સૂર્ય નું પૂજન કરવું તથા નિયમિત સૂર્યદેવ ને જળ અર્પણ કરવું. તાંબા ના પાત્ર માં જળ ભરીને તેમાં કેસર ઉમેરીને આ જળ સૂર્યદેવ ને અર્પણ કરવું. આ જળ અર્પણ કરતા સમયે મન માં આદિત્યસ્રોતમ નું પઠન કરવું.

લોકો એવું માને છે કે જો તમે આ ઉપાયો અજમાવો તો તમારા પર માતા લક્ષ્મી ની અસીમ કૃપા બની રહે અને દૂધ ચડાવવા જતા સમયે એક વાત ની વિશેષ કાળજી લેવી કે દૂધ જયારે ચડાવો છો ત્યારે તમારું મુખ સૂર્ય તરફ એટલે કે પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.

આ સિવાય અન્ય એક ઉપાય એવો છે કે તમે રાત્રે સુવા જતા પૂર્વે એક ગ્લાસ માં દૂધ ભરીને તે ગ્લાસ ને તમારા માથા પાસે રાખવું અને પરોઢે સૂર્ય ઉદય થાય તે પહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યોદય થાય એટલે એક બાવળ ના વૃક્ષ પાસે જઈ ને આ બાવળ ના વૃક્ષ ના મૂળ પાસે આ ગ્લાસ માં ભરેલું દૂધ રેડી દેવું.

જો તમે આ ઉપાય અજમાવશો તો તમારા ઘર માં સાક્ષાત લક્ષ્મી માતા નો નિવાસ થશે અને તમારા ઘર માં તમારું પરિશ્રમ કરીને મેળવેલું ધન ટકી રહેશે તેનો ક્યાંય ખોટી જગ્યાએ વ્યય થશે નહિ એટલે કે તમારું વોલેટ ક્યારેય પણ ખાલી રહેશે નહિ તેમાં હંમેશા નાણાં રહેશે તથા તમારા જીવન ની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવન માં આર્થિક સ્થિરતા જળવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *