સિંદૂર ના આ ચમત્કારિક ટોટકા બદલી શકે તમારુ નસીબ, દૂર કરશે જીવન ના બધા જ સંકટો

દરેક પરિણીત સ્ત્રી સિંદૂર નો ખાસ ઉપયોગ કરતી હોય છે અને તે આ સિંદુર થી પોતાનો સેથો ભરે છે. એવું માનવામા આવે છે કે સિંદૂર થી પતિ ની આયુ લાંબી થાય છે અને રોગો થી પતિ ની રક્ષા થાય છે. આ સાથે જ ઘરમા સુખ-શાંતિ બની રહે છે. માત્ર આટલું જ નહિ, સિંદૂર નો પ્રયોગ પૂજા દરમિયાન પણ કરવામા આવે છે અને દેવીદેવતાઓ ને તિલક પણ કરવામા આવે છે. આ સિંદૂર ખુબ જ શક્તિશાળી હોય છે અને એની મદદ થી જીવનની ઘણી સમસ્યાઓ ને જડ થી ખતમ કરી શકાય છે. સિંદૂર ના ટોટકા અજમાવી ને તમે ઘણી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો અને એક સુખી જીવન વ્યતીત કરી શકો છો, તો ચાલો જાણીએ આ સિંદૂર ના ટોટકા વિષે.

આ સિંદૂર ની મદદ થી ઘરમા નકારાત્મકતા આવતા અટકાવી શકાય શકાય છે અને જો પહેલે થી જ હાજર હોય તો તેને ખતમ કરી શકાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજા પર તેલમા ભેળવેલ સિંદૂર લગાવો. આ ઉપાય કરવા થી નકારાત્મક શક્તિ નાશ પામશે અને ઘરમા પ્રવેશશે પણ નહિ. આ સાથે જ ઘરમા રહેલા વાસ્તુદોષ પણ દૂર થઇ જાય છે.

સૂર્ય અથવા મંગળ ને શાંત કરવા માટે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ. આ ટોટકા મા તમારે સિંદૂર ને પાણીમા પ્રવાહિત કરવો જોઈએ. આ ઉપાય તમારે રવિવારે અથવા તો મંગળવારે જ કરવો જોઈએ. આ સાથે જ રોજ સૂર્યદેવ ને જળ અર્પણ પણ કરો અને જળ અર્પિત કરતા સમયે પાણીમા થોડું સિંદૂર પણ ઉમેરી લેવું.

સ્ક્તદોષ થી પીડિતા વ્યક્તિ માટે આ ઉપાય અસરકારક સાબિત થાય છે. એ માટે સિંદૂર સાત વખત પીડિત વ્યક્તિના માથા ઉપર થી ફેરવો અને પછી આ સિંદૂર ને જળમા પ્રવાહિત કરી દો. આ ઉપાય સતત પાંચ વખત કરવો. આવું કરવાથી રક્તદોષ નાશ પામે છે.

જે પતિ-પત્ની વચ્ચે ખુબ જ કંકાસ અથવા ઝગડો થતો હોય તેમણે આ ટોટકા જરૂર થી અજમાવવો જોઈએ. આ ટોટકા મા રાત્રે સૂતી વખતે પત્ની પોતાના પતિ ના તકિયા નીચે સિંદૂર ની એક પડીકી રાખી દે. ત્યારબાદ બીજા દિવસે સવારે આ પડીકી ના સિંદૂર થી પોતાનો સેથો પૂરી લે. આવુ કરવાથી પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝગડા નો અંત આવશે અને બન્ને વચ્ચે પ્રેમ વધશે અને ઘર મા કલેશ નહી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *