આ ગામડાંઓમાં અત્યારે પણ નથી આવતા મોબાઈલ નેટવર્ક, ફોન પર વાત કરવા માટે જવું પડે છે ૧૦…..

0

દેશમાં વધી રહેલી ટેકનોલોજી ને કારણે માનવીનું જીવન ખુબ જ સરળ થઇ ગયું છે.લોકો આજે આ તેક્નોલીજી સાથે જોડાઈ ગયા છે.જે તેમને આના વિના જીવન એક અંધકાર સમાન છે.દેશમાં ચાલી રહેલા કોરોના કાળ વચ્ચે આજ ટેકનોલોજી કામ આવી રહી છે.જેમાં મહત્તમ ભાગ સ્માર્ટ ફોન ,કમ્પ્યુટર જેવી સુવિધાઓ છે.આ કોરોના કાળમાં તો બાળકોનું શિક્ષણ પણ હવે ઓનલાઈન થઇ ગયું છે.ભારત એક ડિજિટલ માર્ગ પર અગળ વધી રહ્યું છે.પરંતુ તમને જણાઈ દઈએ કે ભારમમાં આવેલા રાજસ્થાન રાજ્યના એક ગામ માં હજુ સુધી કોઈ મોબાઇલ નેટવર્ક પહોંચ્યું નથી.

રાજસ્થાનનો એક ક્ષેત્ર એવો પણ છે જે દેશમાં સતત વધી રહેલી ટેક્નોલજી વચ્ચે આ ડિજિટલ માર્ગમાં ખૂબ પાછળ રહી ગયો છે.જ્યાં દેશને ડિજિટલ ભારત બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.તે જ સમયે,રાજસ્થાનના દૌસા મુખ્યાલયથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા રણોલીમાં આવેલા સર અને ધોન ગામ સહિત આવા એક ડઝનથી વધુ ગામડાઓ છે.જ્યાં આજદિન સુધી કોઈ મોબાઇલ નેટવર્ક પહોંચ્યું નથી.આ રાજ્યનો આ ક્ષેત્ર આજે 21 મી સદીના ડિજિટલ ભારતના સપના બતાવી રહ્યો છે.ભારત એક બાજુ જ્યાં ડિજિટલ ભારતની રચના કરવા અગળ નીકળે છે તો બીજી બાજુ આ ગામડા ટેકનોલોજી ખુબજ પાછળ રહી ગયા છે.

જો આ વિસ્તારમાં કોઈ કટોકટી હોય અથવા કોઈ સબંધી અથવા મિત્ર સાથે મોબાઈલ દ્વારા વાત કરવી હોય તો ગામલોકોને ગામની ટેકરી ઉપર ઊંચા વિસ્તારમાં જવું પડે છે અથવા વાત કરવા માટે ગામથી 10 કિલોમીટર દૂર જવું પડે છે.કેટલાક વર્ષો થી અહી મોબાઇલ નેટવર્ક આવશે એવી વાતો થઇ રહી છે પણ હજુ સુધી તો કોઈ જ પ્રકારના પગલા લીધા નથી.

આ મોબાઇલ નેટવર્કના અભાવના કારણે આરોગ્ય વિભાગ અને શાળા સંચાલકોને માહિતી લેવા અને આપવામાં ઘણી તકલીફ પડે છે.આ પ્રદેશ રાજસ્થાન સરકારમાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન મમતા ભૂપેશ અને ઉદ્યોગ પ્રધાન પરસાદી લાલ મીનાનો વિધાનસભા મત વિસ્તારમાં આવેલો છે.ગામલોકોનું કહેવું છે કે રાજસ્થાન સરકારમાં આ પ્રદેશના પ્રધાન હોવા છતાં વિકાસ હજુ ખૂટી રહ્યો છે.ગ્રામજનો ઘણા ગુસ્સામાં છે કે ચૂંટણી દરમિયાન ઘણા નેતાઓ અહીં આવ્યા હતા અને મોબાઇલ નેટવર્ક લાવવાની ખાતરી પણ આપી હતી.પરંતુ આજદિન સુધી નેટવર્કનું કંઇ થયું નથી.મોબાઇલ નેટવર્ક ન હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.જો આ વિસ્તારમાં કોઈ બનાવ કે અકસ્માત થયો હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી અશક્ય છે.તેના માટે તેમને જરૂર પુરતી સેવા મળી સકતી નથી.અને આજ કારણે ગામનો પણ પુરતો વિકાસ થતો નથી.

કોરોના લોકડાઉનને કારણે શાળાઓ,કોલેજો બંધ છે પરંતુ નેટવર્કના અભાવે બાળકો ઓંનલાઇન અભ્યાસ કરી શકતા નથી.આવી સ્થિતિમાં,ગ્રામજનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે ઓછામાં ઓછું હવે નેટવર્ક આવે છે.જેથી બાળકો તેમનો અભ્યાસ કરી શકે.આ ગામ એક પ્રગતિના પંથ ઉપર અગળ નીકળે.અને ભારતે જોયેલા ડિજિટલ ભારતના સપના પુરા થાય.જો દેશને વિકાસ કરવો હશે તો બધા રાજ્યો અને રાજ્યોના ગામડાઓને પણ સાથે લઈને ચાલવું પડશે.

Share.

About Author

Leave A Reply