આ મંદિરમાં અઠવાડિયામાં બે દિવસ દેખાય છે કેટલાક એવા દ્રશ્ય, જેને જોઇને તમે પણ ધ્રુજી જાવ.

એવું માનવામાં આવે છે કે સાળંગપુરના કષ્ટભંજન હનુમાનનું આ ધામ પીડિતજનોનું મોક્ષ સ્થાન કહેવાય છે. લોકોના મતે અહીં દરેક જાતિ, ધર્મના લોકો આવે છે, એવું કહેવાય છે કે અહીંના પૂજારી મંત્ર જાપ કર્યા પછી તરત જ ભૂત, દાનવ અને બ્રહ્મરાક્ષસ વગેરેથી પીડિત વ્યક્તિ પર પાણીનો છંટકાવ કરે છે, ત્યારબાદ પૂજારી તે આત્મા સાથે વાત કરે છે. અને શરીરને કબજે કરવાનું કારણ અને તેની વેદનાનું સમાધાન પણ જણાવે છે.

આ મંદિરમાં દર શનિવાર અને મંગળવારે આ પ્રકારનું દ્રશ્ય જોવા મળે છે, જ્યાં હજારો ભક્તો કષ્ટભંજનદેવના દર્શન કરીને પોતાની વિવિધ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. સાળંગપુર વિશે એવું કહેવાય છે કે રામાયણ કાળમાં જ્યારે ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે સીતાજીને શોધતા શોધતા કિષ્કિંધા પહોંચ્યા તો ત્યાં તેઓ હનુમાનજીને મળ્યા હતા.

હનુમાનજીએ તેમનો પરિચય સુગ્રીવ સાથે કરાવ્યો હતો. બાલીનો વધ કરાયો હતો. સુગ્રીવ કિષ્કિંધના રાજા બન્યા. 1905 માં હનુમાનજીની મૂર્તિની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.

ત્યારથી દરરોજ હજારો ભક્તો દેશ- વિદેશમાંથી અહીં કષ્ટભંજન દેવના દર્શન કરવા અને તેમના દુઃખના નિવારણ માટે આવે છે. સાળંગપુર જવા માટે સુરેન્દ્રનગર સ્ટેશનથી બોટાદ જવા માટેની ટ્રેન અથવા રોડ માર્ગેથી અહીં પહોંચી શકાય.

આમ તો ભારતને સાધુ સંતોનો દેશ પણ કહેવામાં આવે છે કારણ કે આપણા દેશમાં લોકો પૂજા વગેરેમાં ઊંડી આસ્થા ધરાવે છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશભરમાં એકથી ચડે એવા એક મંદિરો છે, જેમાં દર્શન કરવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *