આખરે રાણો પિંજરામાં પુરાયો..! દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં થયો હાજર,આખરે રાણો પિંજરામાં પુરાયો..! જાણો હવે શું થશે?

મારામારીના કેસમાં નાસતો ફરતો દેવાયત ખવડ આખરે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો છે. 7 ડિસેમ્બરે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયુરસિંહ પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મામલે હવે દેવાયત ખવડ દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે કે પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે તેની હજુ કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી.
7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ-સાત દિવસથી ફરાર છે.ત્યારે આ સમગ્ર મામલા અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી છ-સાત દિવસથી શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા તેમ છતાં પણ કોઈ ભાળ મેળવી શકી નથી.
PMO સુધી મયુરસિંહ રાણાના પરિવાર એ આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી હતી. તપાસ શરૂ થાય તે પહેલા દેવાયત ખવડે સામેથી આવીને સરેન્ડર કર્યું તેવા સમાચાર મળી રહ્યા છે.
થોડાક દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહરાણા નામના વ્યક્તિ ઉપર જીવ લઈને પ્રહાર કર્યા હતા.આ ઘટનામાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી.
મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત ખવડના અન્ય બે સાથીદારો પણ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી.આ એ જ દેવાયત ખવડ છે જે ડાયરાઓમાં કહેતો હોય છે કે “માયકાંગલીનાઓને બાંધવા જ ન જવાય” આજે તે જ દેવાયત ખવડ અને રેલવે આવી ગયો છે અને બાધી બાંધીને સંતાઈ ગયો છે. મિત્રો દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે.
મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયા પર દેવાયત ખવડનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેજ પર બેસીને દેવાયત ખવડ બોલી રહ્યો છે કે, FIRનો ઢગલો થઈ જાય તો પણ મૂંઝાવાનું ન હોય, આજે તે જ દેવાયત ખવડ એક FIR નોંધાતા રફુ ચક્કર થઈ ગયો છે.મિત્રો તમે જ કહો કે આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં..? દેવાયત ખવડ ની સજા થવી જોઈએ કે નહીં તમે જ કોમેન્ટ બોક્ષમાં જવાબ આપો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!