અમદાવાદ-સુરત બાદ હવે આ મોટા શહેરમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, જયંતિ રવિએ જણાવ્યું આ કારણ?

0

આખા વિશ્વમાં કોરોના કહેર યથવાત રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજબરોજના કેસો છેલ્લા કેટલાક દિવસોથી હજારને પાર રહી રહ્યા છે.જયારે અમદાવાદ સૌથી પહેલાં કોરોનાનું એપી સેંટર બન્યું હતું જયાની હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારબાદ સુરતમાં પણ કોરોના કહેર જોવા મળ્યો હતો. હવે રાજકોટની સ્થિતિ બગડતી જઈ રહી છે.

રાજ્યના રાજકોટમાં કોરોના બેકાબૂ ણ થાય તે પહેલા જ સરકાર આગાઉ આયોજન કરી રહી છે. ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ પાંચ દિવસથી રાજકોટમાં હાજર રહ્યા છે.રાજકોટમાં કોરોના સામે લડવા માટે 3000 બેડની ક્ષમતા ગોઠવવામાં આવી છે જેની સામે 771 દર્દીઓ દાખલ હોવા છતાં નવી કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદની 10 તબીબોની ટીમને રાજકોટમાં બોલાવવામાં આવી છે. અત્યાર સુધી રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા બે હજારને પાર કરી ગઈ છે. આ આંકડાઓ અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ છે. રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ નિવેદન આપ્યું છે કે, રાજકોટમાં કોરોનાનો રાઈઝીંગ ટ્રેંડ શરૂ થયો છે. જેને કારણે સતત કેસો વધી રહ્યા છે.

રાજકોટમાં કોરોનાની સારવાર સારવાર લેતા વધુ 21 દર્દીઓના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 19 દર્દીઓના અને ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીના અવસાન થયા છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલ 4474 એક્ટિવ કેસો છે. જ્યારે સારી બાબત એ છે કે 12,784 દર્દીઓએ કોરોનાને હરાવી દીધો છે.

આ સિવાય સૌરાષ્ટ્રમાં કુલ 261 દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. ગુજરાતના રાજકોટમાં સૌથી વધુ 2029 કોરોના એક્ટિવ કેસો છે. ત્યાર પછી ભાવનગરમાં 465 કોરોના કેસ, જામનગરમાં 430 કોરોના કેસ, અમરેલીમાં 392 કોરોના કેસ, સુરેન્દ્રનગરમાં 284 કોરોના કેસ, જૂનાગઢમાં 251 કોરોના કેસ, મોરબીમાં 199 કોરોના કેસ, દેવભૂમિ દ્વારકામાં 132 કોરોના કેસ, બોટાદમાં 111 અને પોરબંદરમાં 31 કોરોના એક્ટિવ કેસો છે.

Share.

About Author

Leave A Reply