અમદાવાદના બોડકદેવ જોડે આવેલી ખાનગી કંપનીમાં કોરોના વિસ્ફોટ, એક જ સાથે 110 શ્રમિકો કોરોના પોઝિટીવ…

0

આખા વિશ્વમાં કોરોના કહેર યથવાત રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજબરોજના કેસો છેલ્લા કેટલાક દિવસોથી હજારને પાર રહી રહ્યા છે.જયારે અમદાવાદ સૌથી પહેલાં કોરોનાનું એપી સેંટર બન્યું હતું જયાની હવે સ્થિતિ નિયંત્રણમાં છે. ત્યારબાદ સુરતમાં પણ કોરોના કહેર જોવા મળ્યો હતો.

અમદાવાદમાં ફરી એકવાર કોરોના વાયરસની વિસ્ફોટક એન્ટ્રી થઈ રહી છે.અમદાવાદના બોડકદેવ વિસ્તારને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આ વિસ્તારની એક ખાનગી કંપનીમાં છેલ્લા બે દિવસ દરમિયાન 110 લોકો કોરોના સંક્રમિત થયા છે જેને લીધે તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં એક જ જગ્યાએ આટલા બધા કોરોના કેસોનો પ્રથમ કિસ્સો છે.

આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ બોડકદેવ વિસ્તારની PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીમાં કોરોના વિસ્ફોટ થતા એક જ સાથે 110 કેસો સામે આવ્યા છે. આ કંપનીમાં કામ કરતા કર્મચારીઓનો બે દિવસમાં ટેસ્ટ કરતા હાહાકાર મચી ગયો છે.ગુજરાત યુનિવર્સિટી મેદાન જોડે રહેતા બધા શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરતા બે દિવસમાં જ 110 શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઈને amc તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

Share.

About Author

Leave A Reply