
સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે આજે આપણે ખૂબ જ સુંદર કિસ્સા વિશે વાત કરવાના છીએ.
મોટેભાગના લોકોને ઈચ્છા હોય છે કે તેઓ ઘણી ઘણીને સારી નોકરી મેળવે. ત્યારે આજે આપણે એવા યુવકની વાત કરવાના છીએ જેને પોતાની સવા કરોડની નોકરી છોડીને જૈન સંત બનવાનું નક્કી કર્યું છે.
આ યુવકનું નામ પ્રાંશુક કાંઠેડ છે અને તેની ઉંમર 28 વર્ષની છે. તે અમેરિકાની એક કંપનીમાં સવા કરોડના પેકેજ પર ડેટા સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરતો હતો. અચાનક જ તેને સંસારિક જીવનમાંથી મહો ભાંગી ગયો. ત્યારબાદ તેને આ બધી સંસારની મોહમાયા છોડીને સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું.
વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના દેવાસના હાટપિપલ્યાના રહેવાસી પ્રવર્તક પ્રાંશુક કાંઠેડના પિતા રાકેશ કાંઠેડ એક બિઝનેસમેન છે.
આજરોજ પ્રાંશુક કાંઠેડ જેને સાધુ બનશે અને તેને પ્રવર્તક જિનેન્દ્ર મુનિજી દીક્ષા અપાવશે. આજના યુગમાં પણ યુવાનોમાં ધર્મ પ્રત્યેની આસ્થા અને દ્રઢતા દેખાઈ રહી છે.
હવે તેમનો આખો પરિવાર ઈન્દોરમાં રહે છે. રાકેશભાઈ એ જણાવ્યું કે, તેમના દીકરાએ ઇન્દોરમાંથી GSITS કોલેજથી BE કર્યો છે. ત્યાર પછી વધુ સારો અભ્યાસ કરવા માટે તે અમેરિકા ગયો હતો. MS કર્યા પછી તેને અમેરિકામાં 2017માં ડેટા સાયન્ટિસ્ટ તરીકે નોકરી મળી હતી.
તેની નોકરીનું વાર્ષિક પેકેજ 1.25 કરોડ રૂપિયાનું હતું. રાકેશભાઈ વધુમાં જણાવ્યું કે મારો દીકરો વિદેશમાં રહીને ગુરુ ભગવંતોના પુસ્તકો વાંચતો હતો. આ ઉપરાંત ઇન્ટરનેટ દ્વારા તે પ્રવચન પણ સાંભળતો હતો.
નોકરીથી નારાજ થઈને જાન્યુઆરી 2021 માં તેને નોકરી છોડી દીધી હતી અને પોતાના ઘરે પરત આવી ગયો હતો.
ત્યાર પછી માતા પિતાએ લેખિતમાં મંજૂરી આપીને ગુરુદેવ જિનેન્દ્ર મુનિજીને આપી હતી. હાલમાં સોશિયલ મીડિયામાં આ વાતની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે.
અહીંયા આવીને પછી તે ભગવંતોના સાંનિધ્યમાં રહેવા લાગ્યો હતો. ગુરુદેવ દ્વારા આ માર્ગ માટે યોગ્ય માનવામાં આવતા પ્રાંશુક તેના માતા પિતાને વૈરાગ્ય ધારણ કરવાની વાત કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!