ગુજરાત ભાજપના વધુ એક સાંસદ કોરોનાની ઝપેટમાં, હાઇફાઇ હોસ્પિટલને બદલે અહીયા દાખલ કરવામાં આવ્યા…

0

રાજ્યમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો રોજના હજારથી વધુ આવી રહ્યા છે. તેમજ એક્ટિવ કેસોની સંખ્યા 15 હજારને પાર થઈ રહી છે. જયારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. ત્યારે ભાજપ માટે દુઃખદ સમાચાર આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે-સાથે તેમના પુત્ર અંશનો પણ કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મહત્વની વાત એ છે કે દિગ્ગજ નેતા હોવા છતાં રાજકોટ સિવિલમાં દાખલ થઈને લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. અભય ભારદ્વાજ અને તેમના પુત્રને સારવાર અંગે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તેમના પરિવારજનો હોમકોરેટાઇન થયા છે.આ સિવાય ભાજપના કેટલાક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી અને પોરબંદર ભાજપના સાંસદ રમેશ ધડૂક પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આજે રાજકોટના મેયર બીનાબેન આચાર્યના પતિને પણ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પછી મેયર બીનાબેન હોમ ક્વોરેન્ટાઇન થયા છે.અમદાવાદ સહિત રાજ્યમાં સામાન્ય માણસોથી લઈને મોટા કદાવર નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જયારે કેટલાક નેતાઓનું કોરોનાને લીધે મોત પણ થયું છે. તો કેટલાક નેતાઓ કોરોનાને હરાવી પણ ચૂક્યા છે.

Share.

About Author

Leave A Reply