ગુજરાત ભાજપના વધુ આ નેતા કોરોનાની ઝપેટમાં? જાણો…

0

રાજ્યમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો રોજના હજારથી વધુ આવી રહ્યા છે. તેમજ એક્ટિવ કેસોની સંખ્યા 15 હજારને પાર થઈ રહી છે. જયારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં રાજકોટ કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. ત્યારે ભાજપ માટે એક પછી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે.

ત્યારે ગુજરાતમાં ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સારવાર અંગે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ મામલે મળતી માહિતી અનુસાર ભાજપના નેતા અને ગુજરાત ભાજપ-મીડિયા સેલના સભ્ય હિતેશ પોચીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share.

About Author

Leave A Reply