ભૂલથી પણ આ દિશામાં ન રાખો પૈસા નહિ તો થઇ જશો કંગાળ…

0

વાસ્તુનો ઉપાયો અને પદ્ધતિ ખુબ જ પ્રાચીન સમયથી ચાલી આવતી રહી છે.વાસ્તુ એક એવી વસ્તુ છે કે જે દરેકને ખૂબ મહત્વ આપે છે.દરેક વ્યક્તિ તેમાં વિશ્વાસ પણ કરે છે.ખાસ કરીને ભારતના લોકો આ બાબતે ખૂબ માનતા હોય છે.વાસ્તુ સાથે જીવનનું સુખ-દુખ પણ જોડાયેલુ છે.એવું કહેવામાં આવે છે કે વાસ્તુની સારી કે ખરાબ અસર ઘર પડે છે.

જયારે પણ ઘરમાં રહેલી દરેક વસ્તુ અથવા ઘરનું નિર્માણ પણ વાસ્તુના આધારે કરવામાં આવ્યું હોય તો તેની સારી અસર ઘર પર પડે છે.આવા ઘરમાં કોઈ દિવસ પૈસાની તંગી હોતી નથી અને બીજી બધી વસ્તુઓ પણ સારી રીતે પૂર્ણ થાય છે.ઘરના દરેક સભ્યો સારી રીતે જીવન જીવત હોય છે.

પરંતુ જે ઘરનું નિર્માણ અથવા ઘરમાં મુકવામાં આવતી દરેક વસ્તુ ખાસ કરીને વાસ્તુના આધારે ન મુકવામાં આવે તો ત્યાં ભંડોળનો અભાવ રહે છે સાથે સાથે કામમાં અનેક વિક્ષેપો ઉભા થતા રહે છે.સામાન્ય રીતે સારા વાસ્તુવાળા મકાનમાં સકારાત્મક ઉર્જાનું સ્તર ખૂબ વધારે હોય છે,જ્યારે વાસ્તુની સંભાળ ન રાખતા ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે હોય છે.

દરેક વ્યક્તિને ખરબ છે કે જયારે પણ ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે તેવા દરેક ઘરમાં સંપત્તિની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે.તે ઉપરાંત બધા કામ ઝડપથી પૂર્ણ થઈ જતા હોય છે.એવું કહેવાય છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં સંપત્તિની દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે.આ જ કારણ છે કે ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મકાન બનાવતી વખતે લોકો વાસ્તુ અનુસાર રૂમની દિશાઓની યોજના કરે છે.પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ઘરની અંદર કેટલીક વિશેષ ચીજો હોય છે,જે વાસ્તુ અનુસાર યોગ્ય સ્થાન રાખવી ખૂબ જ જરૂરી છે.માટે આજે તમને ઘરે વાસ્તુ મુજબ પૈસા રાખવા માટે યોગ્ય સ્થાન અને દિશા વિષે જણાવી શું..

દરેક વ્યક્તિ પૈસા મેળવવા પાછળ પોતાની રાત દિવસની મહેનત કરતો હોય છે.એવું પણ કહી શકાય કે દરેકને પૈસા પ્રત્યે પ્રેમ હોય છે.પૈસા એ એવી વસ્તુ છે જે દરેકને પસંદ હોય છે.એવું પણ કહી શકાય કે બદલાતા સમય સાથે પૈસાની જરૂરીયાત પણ વધતી જતી હોય છે.માટે દરેક વ્યક્તિ વધુને વધુ પૈસા મેળવવાનો પ્રયાસ કરતો હોય છે.મોટી રકમ ભેગી કરવા ઘણા વર્ષો લાગે છે.પરંતુ જ્યારે તેમના ખર્ચની વાત આવે છે,ત્યારે તે થોડીવારમાં જ દૂર થઈ જાય છે.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની મહેનતની કમાણી બરબાદ ન થાય અને તેનો ઉપયોગ ફક્ત કેટલાક સારા કામ માટે થાય.પરંતુ ઘણી વખત એવી ઘટનાઓ બની જતી હોય છે કે જેના કારણે ભેગા થયેલા દરેક પૈસા વ્યર્થ રીતે વહેવા લાગે છે.જો તમારી સાથે પણ આવું જ થઇ રહ્યું છે જેમાં આવક કરતા ખર્ચ વધી રહ્યો છે અને આ વસ્તુ બંધ કરવા માંગતા હોય તો તમારે પૈસા યોગ્ય દિશામાં રાખવા પડશે.તેની પણ વાસ્તુ મુજબ ચોકસ્સ દિશા નક્કી થયેલી છે.

પૈસા રાખવા માટે આ છે સાચી અને ખોટી દિશા –

ખાસ કરીને તમારા પૈસા દક્ષિણ દિશામાં ભૂલથી પણ ન રાખવા જોઈએ.વાસ્તુ અનુસાર આ દિશામાં સૌથી નકારાત્મક ઉર્જા ઉભી થતી હોય છે.આવી સ્થિતિમાં જો તમે તમારા પૈસા અથવા ઘરેણાં જેવી સંપત્તિ આ દિશામાં રાખો છો,તો પછી ખર્ચની સંભાવના વધી જાય છે.જયારે વાસ્તુ મુજબ પૈસા અને ઘરેણાં ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખો છો,તો તે સુરક્ષિત ઘણાય છે અને તેમાં ઘટાડો થવાને બદલે તેમાં વધારો થાય છે.એટલે કે તમારા ઘરમાં પૈસાની આવક પણ વધવા લાગે છે. પૂર્વ અને ઉત્તર દિશામાં ખૂબ જ સકારાત્મક શક્તિઓ હોય છે જે માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે.જેના લીધે સંપત્તિમાં વધારો થવાનું શરૂ થાય છે.

Share.

About Author

Leave A Reply