બાઈક અને ટેક્સીચાલકો માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો બાઈક અને ટેક્સીમાં કેટલા લોકોને બેસવાની છૂટ…

0

કોરોના મહામારીને લીધે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યાર પછી હવે રાજ્યમાં અનલોક-3 લાગુ કરવામાં આવ્યું હતું, હવે મોદી સરકારે 1 સપ્ટેમ્બરથી અનલોક 4 અંગે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા અનલૉક 4ની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન્સ અંતર્ગત ટુ-વ્હીલર ચાલકો માટે સારા સમાચાર આવી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા ટુ-વ્હીલર ચાલકોને બાઈક અથવા મોપેડ પર બે સવારીની છૂટ આપવામાં આવી છે. તમને જણાવીએ કે ટુ-વ્હિલર પર એક ડ્રાઈવર સિવાય બીજા એક વ્યક્તિને બેસવાની છૂટ આપવામાં આવી છે.આ સિવાય ગુજરાત સરકાર દ્વારા ટેક્સી સેવા ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. ટેક્સી ડ્રાઈવરો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. જેમાં ચાર સીટવાળી ટેક્સીમાં ડ્રાઈવર અને અન્ય બે પેસેન્જરોને બેસાડવાની છૂટ આપવામાં આવી છે. જયારે છ સીટવાળી ટેક્સીમાં ડ્રાઈવર અને અન્ય ત્રણ પેસેન્જરોને બેસાડવાની છૂટ આપવામાં આવી છે.

Share.

About Author

Leave A Reply