રાશિફળ

જાન્યુઆરીમાં ચાર મોટા ગ્રહ કરશે રાશિ પરિવર્તન, જાણો તમારી રાશી માં કેવી થશે અસર ?

આ મહિને શુક્ર, સૂર્ય, શનિ અને બુધનું રાશિ પરિવર્તન થશે. ગ્રહોની બદલાતી સ્થિતની અસર તમારા જીવન પર પણ જોવા મળશે. આ મહિનો સિહ રાશિના લોકો માટે વેપારમાં નવી તકો લઈને આવશે. તો કન્યા રાશિના લોકો માટે આ મહિનો કરિયર મામલે ઉત્તમ રહેશે. અન્ય પર કેવી અસર થશે જાણો.

નવા વર્ષના પહેલા મહિનામાં કેટલાક મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે.

વૃષભ

વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ મહિને તમારી આવકમાં ઘટાડો થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અને ભાગીદારો સાથે તણાવ થઈ શકે છે. કર્મચારીઓ અથવા સહકર્મીઓની કામમાં નિરસતાના કારણે મન ઉદાસ થઈ શકે છે. ટૂંકા ગાળા માટે રોકાણ ન કરવું. પરિવારમાં કલેશથી બચવું. કેટલાક મહિનાથી અટવાયેલા કામમાં ગતિ આવવાથી મન પ્રસન્ન રહેશે. તમારી ઈમેજને લઈને સાવધાન રહો, નહીં તો કોઈ તેને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે.

મિથુન

મિથુન રાશિ માટે જાન્યુઆરીમાં કોઈ દૂરની યાત્રાનો યોગ બની રહ્યો છે. કરિયરમાં તમારા સમર્થકોની સંખ્યામાં વધારો જોવા મળશે. કોઈ વિરોધીની હરકથી આંખો ભીની થશે. વિપરીત પરિસ્થિતિઓમાં પણ તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. વેપારીક સંબંધો સુધરશે. આ દરમિયાન સુખ-સમૃદ્ધિ પર ખર્ચ કરી શકો છો. પરિવારનો સપોર્ટ મળશે. પરિવારમાં સુખ-શાંતિ જોવા મળશે. સરકાર અથવા કોઈ મોટી વ્યક્તિના સહયોગથી કોઈ મોટો લાભ થશે.

કર્ક

કર્ક રાશિના જાતકો માટે જાન્યુઆરીનો મહિનો મિશ્રિત રહેશે. આ મહિને વરિષ્ઠ સહયોગીઓનો સહયોગ મળશે. સાથે જ સંબંધીઓ પણ કામમાં આવશે. આ મહિને કોઈ ખોટા નિર્ણયના કારણે નુકસાન થઈ શકે છે. મહિનાના ત્રીજા અઠવાડિયામાં શુભ ફળ મળવાના યોગ છે. અહંકારથી વાત બગડી શકે છે. હાલ, વાણીને વિવેકપૂર્ણ રાખવાથી લાભ મળશે. કોઈ જૂના મિત્રની તકલીફથી મન દુઃખી શઈ શકે છે. આર્થિક જોખમ ન લેવું, નહીં તો નુકસાન થઈ શકે છે. તમને કોઈનો સહયોગ મળશે. આ મહિને ધાર્મિક કાર્યોમાં રુચિ જોવા મળશે.

મેષ

મેષ રાશિના લોકો માટે જાન્યુઆરીનો મહિનો શાંતિનો અનુભવ કરાવશે. કોઈના કારણે મન થોડું અશાંત રહી શકે છે. શરૂઆતમાં પરિવારના કોઈ સભ્યની વાતમાં આવી જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ખોટા અનુમાનથી નુકસાન થઈ શકે છે. સમસ્યાઓથી ભાગવાના બદલે તેનો સામનો કરવો. કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહીં. વિચાર્યા વગર નિર્ણય લેવો નહીં. કોઈના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાથી બચવું.

સિંહ

સિંહ રાશિ માટે જાન્યુઆરીમાં વેપારમાં નવી તકો મળશે. તમને ગુરુ અથવા ગુરુ તુલ્ય વ્યક્તિની કૃપા મળશે. કાયદાકીય મામલા ઉભા થઈ શકે છે. ત્રીજા અઠવાડિયામાં સકારાત્મક પરિણામ જોવા મળશે. સ્વભાવમાં હાલ વિનમ્રતા રાખવાની સલાહ છે. આ મહિને કિમતી સામાનનું વિશેષ ધ્યાન રાખો. કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે વિવાદમાં ન પડો. કોઈને આર્થિક મદદ કરો તો વધારે પૈસા ઉધાર ન આપશો. પ્રેમ સંબંધ મજબૂત થશે. પરંતુ, પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

તુલા

જાન્યુઆરીના મહિનામાં તુલા રાશિના લોકોને વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ વધશે. આ મહિને કરિયરમાં સફળતા મળશે. આટલું જ નહીં મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય પ્રમાણે આ મહિનો સારો રહેશે. તમારી આર્થિક સ્થિતિ ઠીક રહેશે. બહેન સાથે ખરાબ થયેલા સંબંધો સુધરશે. કોઈને કડવા વેણ કહેવા નહીં અને ટીકા પણ ન કરવી. તન-મનને આરામ મળશે. આ દરમિયાન સંગીતમાં રુચિ વધશે. નોકરી કરતાં લોકોને વેતનમાં કાપ મૂકાતા નિરાશ થઈ શકે છે. આટલું જ નહીં પાર્ટનરના નાટકીય સ્વભાવના કારણે પરેશાન રહેશો.

વૃશ્ચિક

વર્ષ 2023નો પહેલો મહિનો તમારા માટે સામાન્ય રહેશે. તમારે વાણી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે, વાણીની કઠોરતાના કારણે નુકસાન થઈ શકે છે. જો કે, વેપારી વર્ગના લોકોને આ મહિને નવી તકો મળશે. કોઈ પરિચિત સંબંધિત અશુભ સમાચારથી દુઃખ થશે. આવકના નવા માર્ગ ખુલશે. મહિનાના મધ્યમાં બિનજરૂરી અશાંતિના કારણે માનસિક તણાવ રહેશે. બહેનનો ગરમ સ્વભાવ પરેશાનીનું કારણ બનશે. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી. પૈસા કમાવવાના શોર્ટકટથી બચવું. કોઈ છેતરપિંડી કરી શકે છે.

કન્યા

કન્યા રાશિના લોકો માટે જાન્યુઆરીનો મહિનો કરિયર પ્રમાણે સારો રહેશે. પારિવારિક સુખ પણ સારું રહેશે. તમારા મનોવાંચ્છિત કામ પૂરા થશે. જૂની આકાંક્ષાઓ પૂરી થવાની શક્યતા છે. તમારા પ્રતિસ્પર્ધીઓ માનસિક કષ્ટ આપી શકે છે. તમને કોઈ અનુભવી વ્યક્તિના કારણે લાભ થશે. મહિનાના મધ્યમાં મન પ્રસન્ન રહેશે. અંતમાં કોઈ રોકાણ દ્વારા સકારાત્મક પરિણામ મળશે. પરિવારમાં કોઈનું નરમ સ્વાસ્થ્ય તમારા માટે તણાવનું કારણ બની શકે છે.

ધન

ધન રાશિના લોકો માટે જાન્યુઆરીનો મહિનો માનસિક સુખમાં વૃદ્ધિ કરાવનારો રહેશે. કરિયર માટે સારો સમય છે. ઈચ્છાઓ પૂરી થશે. બીજા અઠવાડિયે આર્થિક નુકસાન થઈ શકે છે. આત્મવિશ્વાસમાં કમી આવશે. અનુભવી લોકો સાથે સંપર્ક થશે. આટલું જ નહીં તમારું દાંપત્યજીવન પણ મધ્યમથી સારું રહેશે. પિતા પક્ષના સંબંધીઓના સ્વભાવથી બેચેની રહેશે. આ મહિને વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ વધશે. મહિનાના ત્રીજા અઠવાડિયે થોડી મૂંઝવણ અનુભવશો. સહકર્મીઓની ભૂલના કારણે અડચણ આવશે. મહિનાના અંતમાં લાભ થવાની શક્યતા છે.

મકર

મકર રાશિના લોકો માટે આ મહિનો પરિશ્રમનું ફળ આપનારો રહેશે. મહિનાના પહેલા ભાગમાં કોઈ નિષ્ફળતા તમને પરેશાન કરે. ખોટા આરોપથી કષ્ટ થશે. માનસિક તણાવ રહેશે. બીજાની સલાહ માનવામાં સાવધાની રાખો. નાના સમયના વેપારથી આર્થિક લાભ થવાની શક્યતા છે. આર્થિક લેવડદેવડમાં થોડી સાવચેતી રાખવી. કોઈ વેપારી ડીલ બગડશે. પાર્ટનર અથવા ટીમના સભ્યોની સાથે તણાવ થઈ શકે છે. પાર્ટનરના ગુસ્સાથી મન દુઃખી રહેશે. તમારી ભાવનાઓ પર કાબૂ રાખો. કોઈ જૂના વિવાદનો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. કિંમતી સામાન અને જરૂરી વસ્તુઓથી સાવધાન રહેવું. પોતાના લોકોના અલગ વિચારોથી પરેશાની થશે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે જાન્યુઆરી મહિનો આર્થિક સ્થિતિ મામલે મધ્યમ રહેશેય ધનને લઈને મન અશાંત રહી શકે છે. મહિનાના અંતમાં સતર્કતા જરૂર છે. કોઈ જૂના સંબંધો બગડી શકે છે. પાર્ટનરની ચિંતા અને આલોચનાથી દૂર રહો. સંતાન દૂરની યાત્રા પર જશે અને આળસના કારણે અભ્યાસથી મન અશાંત રહેશે. પારિવારિક વાતાવરણ મધ્યમ રહેશે. આ મહિને અડચણો આવશે પરંતુ દૂર થઈ જશે. ત્રીજા અઠવાડિયે વૈચારિક શક્તિમાં વૃદ્ધિ થશે. આ રાશિના લોકોના સરકારી વર્દને લાભ થવાની શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના કારણે લાભ મળશે. મહિનાના અંતમાં પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.

મીન

મીન રાશિના લોકો માટે જાન્યુઆરીનો મહિનો તમારી બુદ્ધિ અને વાણીમાં વિકાસ કરનારો રહેશે. જૂના પ્રેમી-પ્રેમિકા ફરીથ સંપર્કમાં આવશે. આ મહિને તમને શાનદાર પરિણામ મળશે. નવી આવક ન થવાથી તણાવ આવી શકે છે. કોઈની સલાહ ચમત્કાર કરશે. જીવનસાથીના દુઃખથી બેચેની વધી શકે છે. પ્રિયજનો સાથેના સંબંધમાં થોડો તણાવ રહેશે. પ્રતિષ્ઠાને લઈને સાવચેત રહેવું. અટવાયેલું ધન પ્રાપ્ત થવાના માર્ગ બનશે. મોટા નિર્ણય લેતા પહેલા વિચારવું, નહીં તો નાની ભૂલ મોંઘી પડી શકે છે. નવું કામ શરૂ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લેવી. બોસ તરફથી ઉત્સાહ વધશે. બગડેલા સંબંધો સુધરશે. કારણ વગર શંકા કરવી નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button