
Corona BF-7 Variant : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંબંધિત સ્થિતિને લઇને આજે હાઇ લેવલ મિટિંગ કરી હતી. પીએમ મોદીની આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMRના અધિકારી, સિવિલ એવિએશનના અધિકારી, નીતિ આયોગના વીકે પોલ અને સદસ્યો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં પીએમ મોદીએ કોવિડથી બચવાને લઇને કરેલી તૈયારીઓ અને ભવિષ્યની યોજનાઓ પર વાતચીત કરી હતી.
ચીનની જેમ ભારતમાં પણ સ્થિતિ બેકાબુ ના થાય તે માટે કેન્દ્ર સરકારે રાજ્યોને ઘણા પ્રકારના નિર્દેશ આપ્યા છે.
Corona BF-7 Variant : પીએમ મોદીની આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMRના અધિકારી, સિવિલ એવિએશનના અધિકારી, નીતિ આયોગના વીકે પોલ અને સદસ્યો હાજર રહ્યા હતા
Corona BF-7 Variant: ચીનમાં કોરોનાના BF.7 વેરિએન્ટે તબાહી મચાવી છે. ભારતમાં તેના પાંચ કેસ સામે આવી ચૂક્યા છે. BF.7 કોવિડ વેરિએન્ટના આ કેસ ગુજરાત અને ઓરિસ્સામાં સામે આવ્યા છે.
આ દરમિયાન પીએમ મોદીને બતાવવામાં આવ્યું કે દવાઓ, વેક્સીન અને હોસ્પિટલના બેડના સંબંધમાં પર્યાપ્ત ઉપલબ્ધતા છે. તેમણે આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અને કિંમતો પર નિયમિત નજર કરવાની સલાહ આપી છે.
પીએમ મોદીએ એ સુનિશ્ચિત કરવાની આવશ્યકતા પર ભાર આપ્યો કે બધા સ્તરો પર સંપૂર્ણ કોવિડ બુનિયાદી સ્ટ્રક્ચર, ઉપકરણ, પ્રક્રિયાઓ અને માનવ સંસાધનના મામલામાં તૈયારીઓના ઉચ્ચ સ્તર બન્યા રહે.
BF.7 વિશે જાણો ?
BF.7 વાયરસનું પૂરું નામ BF.7 BA.5.2.1.7 છે. તે BA.5 નું સબ-વેરિએન્ટ છે. વાસ્તવમાં વાઈરસ પોતાની મેળે જુદા જુદા વેરિએન્ટ બનાવતા રહે છે. BA.5 એ COVID-19 વેરિઅન્ટ ઓમિક્રોનનું પેટા-વેરિએન્ટ હતું.
આ મહિનાની શરૂઆતમાં ‘સેલ હોસ્ટ એન્ડ માઇક્રોબ’ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, BF.7 સબ-વેરિઅન્ટમાં મૂળ D614G વેરિઅન્ટ કરતાં 4.4 ગણું વધારે ન્યુટ્રલાઇઝેશન રેઝિસ્ટન્સ છે.
ઉચ્ચ તટસ્થતા પ્રતિરોધક પ્રકારનો અર્થ એ છે કે તે વસ્તીમાં ઝડપથી ફેલાઈ શકે છે અને સરળતાથી નવા પ્રકારો બનાવી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે – સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા
સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના કારણે દુનિયાના ઘણા દેશોમાં ખરાબ થઇ રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દેશમાં આ માટે પગલાં ભરવાના શરુ કરી દીધા છે.
આ પહેલા કોરોનાની તાજા સ્થિતિને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસો અને કોરોનાની થયેલા મોતના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
માસ્કનો ઉપયોગ કરવાની અપીલ
રાજ્યોને સલાહ આપી છે કે તે બૂસ્ટર ડોઝ માટે લોકોમાં જાગૃકતા વધારે અને લોકોને માસ્ક પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે.
આ સિવાય તેમણે સોશિયલ ડિસ્ટન્સ ઉપર પણ ભાર આપ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રીએ લોકસભામાં એ પણ કહ્યું કે આવનાર તહેવાર અને નવા વર્ષ દરમિયાન રાજ્યોએ સતર્ક રહેવાની જરૂર છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!