દેશમાં કોરોનાના કેસોને લઈને આવ્યા માઠા સમાચાર,છેલ્લા 17 દિવસમાં ભારતમાં કોરોનાના ઓકડા આસમાને ….

0

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે વધી રહેલા કેસોની સાથે સાથે દેશમાં અનેક પ્રકારનાનિર્ણયો લેવામાં આવીં રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમણનો આંક 25 લાખને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા 228 દિવસમાં દેશમાં અત્યાર સુધી કોરોનાના 25 લાખથી વધુ કેસો થઇ ગયા છે.

દેશમાં ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વધી રહેલા કેસોની વાત કરીએ તો પ્રથમ 5 લાખ કેસ 179 દિવસમાં થયા હતા પરંતુ પછી 5 લાખ કેસો થવામાં 16 જુલાઈ સુધીમાં નોંધાતા ફક્ત 20 દિવસ થયા હતા. જયારે 10 લાખથી 15 લાખ થવામાં વધુ 12 દિવસનો સમય લાગ્યો છે જે ભારત માટે ખુબ જ ચિંતાનો વિષય છે.

હવે છેલ્લા 15 લાખ કેસો થવામાં 18 જુલાઈ સુધીમાં થયા હતા. જેમાં 9 દિવસમાં વધુ નવા 5 લાખ કેસ સામે આવ્યા હતા. અને આ પછીના નવા 5 લાખ કેસ થવામાં સમય પણ ઘટીને 8 દિવસ લાગ્યો છે.જેમાં દેશમાં છેલ્લા 17 દિવસમાં જ વધુ નવા 10 લાખ લોકો પોઝીટીવ નવા કેસો સામે આવ્યા છે.

અત્યારે દેશમાં કુલ એક્ટીવ કેસોની સંખ્યા 6.65 લાખને પાર છે. જયારે દેશમાં 17.79 લાખથી વધુ લોકો કોરોનાને હરાવીને સાજા થયા છે.જયારે દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 48517થી વધુ છે. દેશમાં અત્યાર સુધી 25 લાખથી વધુ લોકો કોરોનાના શિકાર બન્યા છે. જેના કારણે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોચી ગયું છે.

Share.

About Author

Leave A Reply