
RAJKOT(રાજકોટ ): . સમગ્ર ઘટના અંગેના CCTV વાયરલ થતા પોતાને ‘રાણો’ કહેતો દેવાયત ખવડ ફરાર થઇ ગયો હતો. જો કે, ગઈકાલે દેવાયત પોલીસ સમક્ષ હાજર થઇ ચુક્યો હતો. ત્યારે હવે દેવાયત ખવડના વકીલે ચોંકાવનારો દાવો કર્યો છે.
લોકસાહિત્યકાર દેવાયત ખવડે(Devayat Khavad) સાગરીતો સાથે થોડા દિવસ અગાઉ રાજકોટ(Rajkot)ના સર્વેશ્વર ચોક(Sarveswar Chowk) ખાતે મયુરસિંહ રાણા(Mayursingh Rana) નામના વ્યક્તિ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એક વર્ષ પહેલા પાડોશી મયુરસિંહ રાણા અને પરાક્રમ સિંહ વચ્ચેની બોલાચાલીમાં અદાવતને લઈને દેવાયાત ખવડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો
દેવાયત ખવડના વકીલે જુઓ શું કહ્યું?
મહત્વનું છે કે, રાજકોટના દેવાયત ખવડના મારામારીના કેસમાં બચાવપક્ષના વકીલ દ્વારા વિડીયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ ન હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. કારણ કે, CCTVમાં માર મારનારનું મોઢું પણ દેખાતું નથી હોવાનું તેવું વકીલનું કહેવું છે.
બચાવપક્ષના વકીલ ઉત્કર્ષ દવેના ચોંકાવનારા દાવા અનુસાર, તેઓનું કહેવું છે કે, ક્યાંક ને ક્યાંક આ આપસી દુશ્મનીનો મામલો છે એવું સામે આવી રહ્યું છે. પોલીસ દ્વારા 307 હેઠળ આ FIR દાખલ કરવામાં આવી છે, પગ પર મારી રહ્યા છે. સાતથી આઠ વખત માર્યા અને કોઈ ઈજા કરી નથી. તો 370ની કલમનો ઉમેરો તેમાં ક્યારેય થાય નહી.
આ FIR સંપૂર્ણપણે ખોટી કરવામાં આવી છે. જો આ પ્રોસિક્યુશનનો જ કેસ માનવા જઇએ અને જે CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું દેખાઈ રહ્યું નથી. જેમાં કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર પણ મારી રહ્યો છે. માથાના ભાગે કોઇ દ્વારા મારવામાં આવ્યું નથી.
હજુ અન્ય શખ્સ ફરાર છે :
ત્યારે આ અંગે રાજકોટ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ACP ભાર્ગવ પંડ્યાએ જણાવતા કહ્યું હતું કે, તેઓ કોર્ટ પાસેથી દેવાયતના રીમાન્ડની માંગણી કરશે. ત્યારબાદ પોલીસ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારની શોધખોળ કરશે અને CCTVમાં દેવાયત ખવડ સાથે બે શખ્સો હતા તે હાલ ફરાર છે, કાર ચાલકના હાલ કોઈ સગલ મળ્યા નથી એટલે દેવાયાતના રિમાન્ડ મેળવ્યા પછી પોલીસ દ્વારા આ અંગે પૂછપરછ કરવામાં આવશે.
ગઈકાલે જ દેવાયતે કર્યું સરેન્ડર : નોંધનીય છે કે મયુરસિંહ રાણા પર હુમલોના આરોપમાં દેવાયત ખાવડ છેલ્લા 10દિવસથી ફરાર હતો. જોકે ગઈકાલે જ નાટકીય રીતે અચાનક તે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!