
તમને બધાને ખબર હશે કે થોડાક દિવસ પહેલા માત્ર 20 વર્ષની ટીવી એક્ટ્રેસ તુનિષાએ ટીવી સિરિયલના સેટ પર મેકઅપ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
તુનિષાએ નાની ઉંમરમાં ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી હતી. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તુનિષા શર્માના અંતિમ સંસ્કાર આજરોજ મુંબઈમાં કરવામાં આવ્યા હતા. દીકરી તુનિષાના મૃત્યુ બાદ માતાની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ છે.
આ ઘટના બનતા જ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીમાં માતમ છવાઈ ગયો હતો. જે ઉંમરે લોકો પોતાના સપનાની ઉડાન ભરે છે તે ઉંમરે તુનિષાએ દુનિયાને અલવિદા કહી દીધી છે.
આટલી નાની ઉંમરે દીકરીને અંતિમ સંસ્કાર આપવા એ કોઈ માતા માટે સહેલી વાત નથી. દીકરીની વિદાય વખતે માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
તુનિષાની માતાની હાલત જોઈને ત્યાં હાજર તમામ લોકોનું હૈયુ કંપી ઉઠ્યું હતું. દીકરીની અંતિમ વિદાય વખતે માતા બેહોશ થઈ ગઈ હતી.
આ દરમિયાન પરિવારના અને અન્ય લોકોએ દીકરીની માતાને સંભાળી લીધી હતી.
દીકરીનું મૃત્યુ થતાં જ માતા સાવ ભાંગી પડી છે. તુનિષાની માતાની હાલત જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.
તુનિષાની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
તુનિષાએ 24 ડિસેમ્બર ના રોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી.
એટલું જ નહીં પરંતુ શીઝાન ખાનની બહેન અને માતા પણ અંતિમયાત્રામાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઘણા બધા ટીવી ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો પણ અંતિમયાત્રામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને તુનિષાની માતાએ શીઝાન ખાન વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી.
પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને કો-એક્ટર અને તુનિષાના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!