
જે બાદ ઇજા ગ્રસ્ત મયુર રાણાને ગંભી ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઠ દિવસ વીતી ગયા છતાં પણ દેવાયત ખવડ પોલીસના હાથે આવ્યા ન હતા.
હાલમાં ગુજરાતમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ સમાચારોમાં ખૂબ છવાયેલા રહે છે. દેવાયત ખવડે સાત ડિસેમ્બરના રોજ રાજકોટમાં સર્વેશ્વર ચોક નજીક રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા ઉપર લોખંડના પાઇપ વડે જાન લેવા હુમલો કર્યો હતો.

જાણે કે દેવાયત ખવડ માં ભૂગર્ભ માં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ જાણવા મળ્યું કે રાણો રાણાની રીતે ફેમ લોકસાહિત્યકાર દેવાયત ખવડ આખરે પોલીસના હાથમાં આવી ચૂક્યા છે.
પોલીસ દ્વારા તેના રાજકોટના ઘર પર તપાસ કરતા તેના ઘરે લોક જોવા મળ્યું હતું તો દેવાયત ખવડાના મૂળ વતન દુધઈમાં પણ તપાસ કરવામાં આવી હતી. દેવાયત ખવડ હાથમાં આવ્યા ન હતા.

જોકે દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં સામેથી આવ્યા કે પછી તેની ધરપકડ કરવામાં આવી તે બાબતે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

દેવાયત ખવડના વકીલ દ્વારા રાજકોટમાં આગોતરા જામીન બાબતે અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી કરવામાં આવે તે પહેલા જ દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું કે મયુરસિંહ રાણા ના પરિવાર દ્વારા પીએમઓ માં દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા.
દેવાયત ખવડ પોલીસ સ્ટેશન હાજર થતા ત્યાં ભારે ભીડ એકઠી થઈ ચૂકી હતી.
આમ દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં હાજર થતા દેવાયત ખવડે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, સમય આવશે ત્યારે જવાબ આપીશું. દેવાયત ખવડને લઈને મયુરસિંહ ના પરિવાર દ્વારા જો દેવાયત ખવડની ધરપકડ કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની પણ આપવામાં આવી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!