ગુજરાતમાં કોરોના કેસોને લઈને આવ્યા માઠા સમાચાર, આરોગ્ય વિભાગે જણાવેલ માહિતી અનુસાર ……..

0

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં 1200થી વધુ કોરોનાના કેસો નોધાઇ રહ્યા છે. આરોગ્ય વિભાગે જણાવેલ માહિતી અનુસાર રાજ્યમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા વધીને 85,678 થઈ ગઈ છે,જયારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના ચેપના એક જ દિવસમાં મહત્તમ 1,212 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 14 ચેપગ્રસ્તોનાં મોત સાથે મૃત્યુની સંખ્યા વધીને 2,883 થઈ ગઈ છે. વિભાગે કહ્યું કે એક દિવસમાં 980 દર્દીઓ સાજા થયા, હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવ્યા અને તંદુરસ્ત થનારા લોકોની કુલ સંખ્યા 68,257 પર પહોંચી ગઈ. અહીં રીકવર થતા લોકોનો દર 80 ટકા હતો.

છેલ્લા 24 કલાકમાં કોરોના

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ 75,258 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. જયારે અત્યાર સુધીમાં કુલ 16,95,325 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે જ સમયે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કોવિડ -19 ના 179 નવા કેસ સાથે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 30,020 થઈ ગઈ છે. દુખની વાત એ છે કે વધુ ત્રણ ચેપ લાગતાં મૃત્યુઆંક વધીને 1,680 પર પહોંચી ગયો છે. જિલ્લાના કુલ 176 લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 24,932 ચેપગ્રસ્ત લોકો સ્વસ્થ થયા છે.

કોરોનાના કારણે મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં શનિવારના રોજ સુરતમાં, અમદાવાદમાં ત્રણ, જૂનાગઢમાં બે અને કચ્છ, પાટણ અને વડોદરામાં એક-એક મોત થયાં છે. આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જે લોકોને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે તેમાંથી 176 અમદાવાદ, 47 વડોદરા, 85 રાજકોટ અને 308 સુરતનાં છે.

સરકારી આંકડા મુજબ માહિતી

સરકારી આંકડા મુજબ શનિવારે નવા કેસોમાં અમદાવાદમાં 179, વડોદરામાં 122, રાજકોટમાં 99, જામનગરમાં 80, અમરેલીમાં 67 અને સુરતમાં 238 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 30105 કેસ અને 1680 લોકોનાં મોત નોંધાયા છે જ્યાં 24992 લોકોને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં 18282 કેસ, 586 મૃત્યુ અને 15459 કેસ છે. વડોદરામાં 7078 કેસ, 118 મોત અને 5455 રીકવરી નોંધાઈ છે.

Share.

About Author

Leave A Reply