ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જેમાં આ વિસ્તારોમાં ….

0

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ઉતર ગુજરાતમાં પણ ચોમાસું સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતના ઉતર ગુજરાત,દક્ષીણ ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. જયારે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી બે દિવસ વધુ વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદ અને અનેક શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક નદીઓ ઉમટી પડે છે અને લોકોને મુશ્કેલીઓ ઉભી થઇ છે.ગુજરાતમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે શનિવારે મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, અરવલ્લી અને અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે જયારે આજે પણ ધોધમાર વરસાદ શરુ છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શનિવારે વિસનગરના ખેડબ્રહ્મા, ભાણવડ, સવારે 6 થી 10 વાગ્યા સુધી 2 થી 4 ઇંચ વરસાદ થયો છે. જયારે છેલ્લા 24 કલાકમાં 209 તાલુકાઓમાં ધોધમાર વરસાદ થયો છે. ગઈકાલે વલસાડની ઉમરગામ તહસીલમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. તે પછી આણંદ, મહેસાણા, કચ્છ, નવસારી, જામનગર, ગાંધીનગર, પાટણ, ખેડા, સાબરકાંઠા, સુરતમાં ભારેથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જ્યારે બોટાદ, બનાસકાંઠા, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગાહી અનુસાર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢના આકાશમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના કરવામાં આવી છે જેના કારણે આઇએમડીએ આ બે દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉતર ગુજરાતમાં અરવલી, મધ્યમાં મહીસાગર, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કેન્દ્ર શાસિત દીવ શનિવારે સાંજ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓ અને આજુબાજુના વિસ્તારો માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, અરવલી, મહીસાગર, કચ્છ ,દીવ અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચશીલ, દાહોદ, સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આગાહી અનુસાર ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

Share.

About Author

Leave A Reply