ધનની સમસ્યાથી છો પરેશાન તો આજે જ કરો આ ઉપાય,ચમકી જશે તમારું બગડેલું કિસ્મત..

0

દરેક વ્યક્તિ ખાસ કરીને વધુને વધુ સફળ થવાના પ્રયત્નો કરતો હોય છે.જયારે એવું પણ કહી શકાય કે જીવનમાં વધારે સફળતા મેળવવી હોય તો પોતાનું નશીબ પણ એટલુ જ બળવાન હોવું ખુબ જરૂરી છે.નસીબ એક એવી વસ્તુ છે જે દરેકના જીવનને બદલવાની શક્તિ હોય છે.જો નસીબ સારું છે,તો પછી જીવનમાં અનેક અવરોધો આવશે તો પણ ચોક્કસ રીતે સફળતા મળે છે.

જે વ્યક્તિનું નશીબ સાથ આપતું નથી અથવા તેનું નશીબ ખરાબ છે તો પછી તમારું કાર્ય ગમે તેવું સરળ કેમ ન હોય પરંતુ તેને પૂર્ણ કરવા માટે અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે.આવી સ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું નસીબ શક્તિશાળી હોય.જો તમારું નશીબ તમને સાથ નથી આપી રહ્યું તો કેટલાક ઉપાયો પણ કરી શકો છો.

નશીબ બળવાન કરવા માટે ભગવાન હનુમાનના ચરણોમાં જવું ખુબ જ યોગ્ય છે.કારણ કે હનુમાનજી પાસે અદભૂત શક્તિઓ છે.તેમાં પણ જો કોઈ વિશિષ્ટ ઉપાય કરીને તેમને પ્રસન્ન કરવા આવે તો પછી તમને ભાગ્યશાળી બનતા કોઈ પણ રોકી શકતું નથી.તો જાણો ખાસ એક ઉપાય જે તમારા ઊંઘતા નશીબને જગાવશે.

– આ ઉપાય કરવા માટે તમારે મંગળવાના દિવસે વહેલી સવારે સ્નાન કરવું જોઈએ અને નારંગી અથવા કેસરી રંગના કપડાં પહેરવા જોઈએ.આ કાર્ય સમાપ્ત થયા પછી હનુમાનજીની મૂર્તિ કે ચિત્રની સામે જઈને કોઈ આશન પર બેસો.આ હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર સામે તમે સરસવના તેલનો દીવો પ્રગટાવો.તે સાથે 10 અગરબતી ધૂપ પણ કરો.

આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો.પાઠ સમાપ્ત થયા પછી હનુમાનજીની આરતી કરો. હનુમાનજીને આ આરતી આપો.શક્ય હોય તો તેમનો પ્રિય પ્રસાદ પણ અર્પણ કરો.આપ્યા પછી રે પ્રસાદ આખા ઘરને આપો અને તમે પણ જાતે લઇ શકો છો.હવે તમે અને તમારું ઘર સંપૂર્ણપણે પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ગેરાયેલું છે.

આ પૂજા પાઠ પછી ખાસ કરીને તમે સફેદ રંગનો દોરો લો.આ દોરને લંબાઈમાં થોડો લાંબો રાખો. હવે તેની પૂજા હળદર અને કુમકુમથી કરો.આ દોરાને સિંદૂરથી સંપૂર્ણપણે રંગો.આ કરવાથી તે સંપૂર્ણ લાલ થઇ જશે.હવે આ દોર સાથે નજીકના કોઈપણ હનુમાન મંદિરમાં જાઓ.અહીં હનુમાનને નાળિયેર અર્પણ કરો.પરંતુ આ નાળિયેર પર સિંદૂરથી રંગીન દોરાને પણ બાંધી લો.

હવે આ નાળિયેર હનુમાનજીના ચરણોમાં મૂકો.આ પછી નાળિયેરમાં બાંધેલા દોરાનો અડધો ભાગ લઈને પોતાના હાથમાં બાંધો.આ કરવાથી હનુમાનજી હંમેશા તમારી પર પ્રસન્ન રહેશે.આ દોરો તમને બધી પ્રકારની મુશ્કેલીઓથી બચાવશે અને તમારું નસીબ પણ મજબૂત બનાવશે.

તમારે હંમેશા આ દોરાને તમારા હાથ પર બાંધી રાખવો જોઈએ અથવા જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરો છો,ત્યારે તેને તમારી પાસે રાખો.આ સાથે તમે તે કાર્ય ઝડપથી કોઈ અવરોધ વિના પૂર્ણ કરશો.જ્યારે થોડા દિવસો પછી તમને લાગે કે આ દોરો તૂટી રહ્યો છે અથવા બગડ્યો છે,તો તમારે તેને વહેતા પાણીમાં પધરાવી દેવો જોઈએ.

Share.

About Author

Leave A Reply