ઘરમાં હનુમાનજીની પુજા કરતી વખતે જરૂરથી રાખો આ બાબતોનું ધ્યાન,નહિ તો આવી શકે છે મુશ્કેલી…

0

હિન્દુ ધર્મમાં દરેક વ્યક્તિ પોતના પ્રિય દેવી દેવતાઓની નિત્ય પૂજા કરતા હોય છે.હિન્દુ શાસ્ત્રો અનુસાર દરેક દિવસ અલગ અલગ દેવી દેવતાઓ માટે સમર્પિત થયેલો છે.જેમ કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો ઘણાય છે.તેવી જ રીતે મંગળવાર અને શનિવાર હનુમાનજીનો દિવસ છે.જયારે હનુમાનજીની વાત કરવામાં આવે તો તે અનંત શક્તિશાળી છે.તે દરેક ભક્તના દુખ પોતે દૂર કરે છે.

એવું કહેવામાં આવે છે કે જો હનુમાનજીની પૂજા તેમની માન્યતાના દિવસે,અને સંપૂર્ણ વિધિવત રીતે તે ઉપરાંત સાચા મનથી કરવામાં આવે તો તેમની કૃપા હંમેશા આપણી પર રહે છે.ચોક્કસપણે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા આવતી નથી તે સાથે પૈસાને લગતી કોઈ મોટી આફત પણ આવતી નથી.તેનું જીવન હંમેશા આનંદિત રહે છે.

આજે તમને હનુમાનની ઉપાસના દરમિયાન તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જો તમે અમુક બાબતો અંગે ધ્યાન આપસો તો હનુમાનજીની પૂજાથી અનેક લાભ મળશે.તે સાથે તમારી આર્થિક બાબતોને લગતી બધી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.મંગળવાર અને શનિવાર હનુમાન માટે વિશેષ માનવામાં આવે છે.

જો તમે પણ અનેક સમસ્યાઓથી ગેરાયેલા છો અને તેમાંથી મુક્ત થવા માંગો છો તો તમે પણ અમુક ઉપાય મુજબ કોઈ પણ ભૂલ વગર તેમની પૂજા કરશો તો ચોક્કસ તમે તેમની કૃપાને પાત્ર થશો.કારણ કે તેમની પૂજા ખૂબ જ સરળ છે,કારણ કે તે બાળ બ્રહ્મચારી હતા.તેથી કોઈએ તેમની આચરણમાં બ્રહ્મચારી ઉપવાસ કરવો જ જોઇએ.પ્રમાણિક હોવું જોઈએ.

એવું માનવામાં આવે છે કે કલયુગમાં પણ હનુમાનજી દરેકની ઇચ્છાઓ જલ્દી પૂર્ણ કરે છે.પરંતુ હનુમાનજીની પૂજા કરતી વખતે સ્વચ્છતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.ત્યાં કોઈ પણ પ્રકારનું અપમાન થવું જોઈએ નહીં.જ્યારે પણ આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણું મન અને શરીર શુદ્ધ હોવું જોઈએ.મનમાં કોઈ પણ ગુસ્સો પણ ન હોવો જોઈએ.ખાસ કરીને પૂજા દરમિયાન મનને ખોટા વિચારો તરફ ન ભટકવા દો.

હનુમાનની પૂજા દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખવું –

– હનુમાનજીની પૂજા દરમિયાન માત્ર થોડીક બાબતો ધ્યાનમાં રાખશો તો પૈસાની સમસ્યાને કાયમ માટે મુક્તિ મળી શકે છે.વાસ્તુ અનુશાર હનુમાનજીની મૂર્તિને એવી રીતે મૂકો કે તેમનો ચહેરો દક્ષિણ તરફ હોય.હનુમાનજીને બાળ બ્રહ્મચારી માનવામાં આવે છે,તેથી હનુમાનજીનું ચિત્ર દંપતીના ઓરડામાં ન મૂકવું જોઈએ.

– શનિવાર અને મંગળવારે હનુમાનજીની પૂજા કરતી વખતે હનુમાન ચાલીસાનો 108 વાર જાપ કરો.જો એક જ વારમાં 108 વાર જાપ કરવો શક્ય ન હોય તો તમે બે વખત હનુમાન ચાલીસાનો જાપ પણ કરી શકો છો.પાઠ શરૂ કરતાં પહેલાં રામરાક્ષસોત્રનો પાઠ કરો.પાઠ પછી હનુમાનજીને લાલ મીઠાઈ ચડાવો.મંગળવારે હનુમાનજીને ખાસ કરીને સિંદૂર અને લાલ રંગની મીઠાઇનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ.

– હનુમાનજીની પૂજામાં લાલ રંગના ફૂલોનો ઉપયોગ કરવો જોઈએ.ઘી અથવા તલના તેલનો દીવો પ્રગટાવો.ખાસ કરીને કોઈ બીજા રંગના ફૂલો ન ચડાવો.કારણે કે લાલ રંગના ફુલ તેમણે પ્રિય છે.

– જ્યારે પણ તમે હનુમાનજીના મંદિરમાં જાઓ છો ત્યારે પ્રથમ ભગવાન રામનું નામ લેવું.ત્યારે જ હનુમાનજીની ઉપાસના સફળ માનવામાં આવે છે.હનુમાનજીની પૂજા કરતા પહેલા ચોક્કસપણે રામનું નામ લેવું.

– સંધ્યાકાળ અથવા સૂર્યાસ્ત પછી જ હનુમાનજીની પૂજા કરવી જોઈએ.હનુમાનજી કે કોઈ પણ ભગવાનની પૂજા કરતી વખતે મનમાં ખાસ કરીને ખરાબ વિચારો ન આવવા જોઈએ.ખરાબ વિચારો દૂર કરો.મન પૂજામાં રાખો.

– નૈવેદ્યમાં ભગવાન હનુમાનને નાળિયેર અથવા ગોળ અર્પણ કરો.તે ઉપરાંત લાડુ,કેળા,દાડમ,કેરી અથવા ગોળમાંથી બનાવેલ બુંદીને અર્પણ કરો.આ નિયમ મુજબ ભગવાન હનુમાનની પૂજા કરો. હનુમાનજીની ઉપાસનામાં આ નિયમોની કાળજી લેવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થવા લાગે છે.

હનુમાનની ઉપાસનામાં આ મંત્રોનો જાપ કરો –

મંગળવારે આ માંથી કોઈપણ મંત્રનો જાપ 108 વાર કરવો.

Share.

About Author

Leave A Reply