આગામી બે દિવસો દરમિયાન આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે કરી મોટી આગાહી…

0

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મૂશળધાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં નદી-તળાવો છલકાઈ ગયા છે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ વરસાદનું જોર રહેવાની શક્યતા છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદી ઝાપટા જોતાં હવે વધુ બે દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 1થી 10 ઈંચ સુધી વરસાદ પડ્યો છે જેને લઈને પૂરની સ્થિતિ જોવા મળી હતી.

પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાયું છે. જેથી આવનાર બે દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. હાલની પરિસ્થિતિ અનુસાર રાજ્યમાંથી 15 સપ્ટેમ્બરની આજુબાજુ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઇ શકે છે.

ગયા અઠવાડિયામાં ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. જયારે છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈ કાલે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Share.

About Author

Leave A Reply