
વિદેશથી સોના અને ચાંદીના ભાવને અસર કરતા એક સમાચાર આવતા જ, ભારતમાં સોના અને ચાંદીના ભાવ ગગડ્યા છે. અમેરિકાની સેન્ટ્રલ બેંકે, પોલિસી રેટમાં પોઈન્ટ 50 બેસીસનો વધારો કરવાની સાથે એવો ઈશારો પણ કર્યો છે કે 2023ના વર્ષમાં પણ વ્યાજદરમાં વધારો કરવામાં આવશે.
અમેરિકાની સેન્ટ્રલ બેંકે આપેલા સંકેત અનુસાર 2023ના વર્ષમાં વ્યાજદરોમાં 1.25 ટકા સુધીનો વધારો થઈ શકે છે. અમેરિકાની સેન્ટ્રલ બેંકની જાહેરાતને પગલે, ડૉલર ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે.
અમેરિકાની સેન્ટ્રલ બેંકની જાહેરાતને પગલે વિશ્વભરના સોના-ચાંદીના બજારોમાં ભાવ ગગડ્યા છે. વિદેશી બજારોમાં સોનાના ભાવમાં આજે એક ટકા અને ચાંદીના ભાવમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો આજે નોંધાવા પામ્યો છે. જ્યારે ભારતમાં સોનાની કિંમતમાં 400 રૂપિયા અને ચાંદીની કિંમતમાં 1400 રૂપિયાથી વધુનો ઘટાડો થવા પામ્યો છે.
વિદેશી બજારોમાં સોના અને ચાંદીના ભાવ : અમેરિકાના કોમેક્સ માર્કેટમાં સોનાના વાયદાના ભાવમાં પ્રતિ ઔંસ 18 ડોલરનો ઘટાડો થયો છે, જેના પગલે ભાવ ઘટીને પ્રતિ ઔંસ 1801 ડોલર પર આવી ગયો છે. આ સમાચાર લખાઈ રહ્યાં છે તે સમયે કોમેક્સ પર ગોલ્ડ સ્પોટ પ્રતિ ઔંસ 16 ડોલરના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 1792 ડોલર પર, ટ્રેડ થઈ રહ્યો છે. કોમેક્સ પર ચાંદીનો વાયદો 3.25 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 23.35 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.
આ સમાચાર લખાઈ રહ્યાં છે તે સમયે, કોમેક્સ પર ચાંદીના હાજર ભાવમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ ઔંસ દીઠ 23.35 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. યુરોપના બજારોમાં સોનાની હાજરની કિંમત 9.60 યુરો ઘટીને પ્રતિ ઔંસ 1682.27 યુરો થઈ છે. યુરોપમાં ચાંદીના ભાવ 2.72 ટકા ઘટીને પ્રતિ ઔંસ 21.80 યુરો પર ટ્રેડ થઈ રહ્યાં છે.
બ્રિટિશ બજારોમાં પણ સોનાની કિંમતમાં ભારે ઘટાડો થયો છે. બ્રિટિશ બજારોમાં પ્રતિ ઔંસ 7.47 પાઉન્ડનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ પ્રતિ ઔંસ સોનાનો ભાવ 1447 પાઉન્ડ પર ટ્રેડ થઈ રહ્યો છે. બ્રિટિશ માર્કેટમાં પણ ચાંદીના ભાવ ગગડ્યો છે. માર્કેટમાં અઢી ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ પ્રતિ ઔંસ 18.74 પાઉન્ડ પર છે.
ભારતના વાયદા બજારમાં પણ ઘટ્યા ભાવ : ભારતના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર આજે સવારે 11 વાગ્યે પ્રતિ દસ ગ્રામ સોનાએ રૂ. 424 ઘટ્યા હતા. અને દસ ગ્રામ સોનાનો ભાવ રૂ. 54,250 ઉપર પહોચ્યો હતો. માર્કેટમાં આજે પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 54,481 રૂપિયા પર ખુલ્યો હતો અને ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયા 54,228ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. એક દિવસ પહેલા પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 54,674 હતો.
સોનાની સાથેસાથે બીજી તરફ આજે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 1400 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ચાંદીની કિંમત ઘટીને 67,899 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જો કે, આજે માર્કેટના પ્રારંભે ચાંદીની કિંમત 68,210 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!