જોખમ ભરેલા કાર્યમાં મળશે સફળતા ,આજે આ 6 રાશિઓની આવકમાં થશે વધારો.

કર્ક:-આજે શુભ સમાચાર પ્રાપ્ત થશે. ધનલાભ થવાની સંભાવના રહેલી છે. કામકાજ વધારે રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ કાયદાકીય બાબતોનો ઉકેલ આજે મળવાની સંભાવના છે. નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે, તેનાથી તમારી મોટી ચિંતા દુર થશે. નોકરી કરતા લોકો માટે સમય સારો છે. આજે તમારે પોતાની ખાણીપીણી પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. પૈસાની સ્થિતિ સામાન્ય રહેશે.

કન્યા:-મિત્રોનો સહયોગ રહેશે, પરંતુ શત્રુ પક્ષ નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે તથા ચિંતા રહી શકે છે. ખાણી-પીણીનો શોખ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. તેની કાર્ય સરળતાથી પુર્ણ કરી શકશો. વિરોધીઓ પર ભરોસો કરવો નહીં. તમને ધનલાભ થવાના યોગ છે અને તમે પોતાનું કામ મીઠી વાણીથી કરાવી શકો છો. પરિવારના બધા સભ્યોનો સહયોગ મળશે.

તુલા:-વ્યવસાય લાભપ્રદ રહેશે. અચાનક યાત્રાને કારણે તમે તણાવનો શિકાર બની શકો છો. પોતાની દીર્ઘકાલીન યોજનાઓની સાથે આગળ વધો. તમે મહેસુસ કરશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે અને નિર્ણય કરવામાં તમને ખુબ જ પરેશાની થઈ શકે છે. જો અભ્યાસ કરી રહ્યા છો તો આજનો દિવસ ખુબ જ સારો છે.

ધન:-આજે કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. અન્ય લોકોના વિચાર અને સલાહ સાંભળવાની આદત કેળવો, પરંતુ નિર્ણય તમારો પોતાનો હોવો જોઈએ. કોઈ બહારના વ્યક્તિની દખલઅંદાજી થી પ્રભાવિત થવું નહીં. આજના દિવસે કાર્યક્ષેત્રમાં તમે ગુસ્સે થઈ શકો છો. તમારે પોતાની ભાષા પર કાબુ રાખવાની જરૂરિયાત છે, નહીંતર ભારે નુકશાન થઇ શકે છે.

મકર:-આજે નોકરી તથા બિઝનેસમાં સંભાળીને રહેવું. ઓફિસમાં કોઈ સાથે તકરાર થઈ શકે છે. નોકરી કરતા જાતકો પોતાના સારા કાર્ય થી અધિકારીઓને પ્રસન્ન કરવામાં સફળ રહેશે. વિદ્યાર્થીઓ મિત્રોની સાથે પિકનિક પર જવાનો પ્લાન બનાવી શકે છે. અમુક મામલામાં વિદ્યાર્થીઓને નસીબનો સાથ મળશે. આજે તમે પોતાને તણાવથી મુક્ત મહેસુસ કરશો સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન:-દાંપત્યજીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમને અજ્ઞાત ભય અને ચિંતા પરેશાન કરશે. કાર્યક્ષેત્રમાં પણ કામનું દબાણ વધારે રહી શકે છે. વેપારીઓને અપેક્ષા કરતાં નફો ઓછો રહેશે. તમારા જીવનસાથીને તમારામાં આવેલો બદલાવ પસંદ આવશે. ધનની કમીને કારણે તણાવ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *