વાસ્તુ પદ્ધતિ અને રીતે પ્રાચીન સમયથી ચાલી આવે છે.જયારે પણ જીવનમાં વધારે દુખ આવે છે ત્યારે ઘણા લોકો પોતાના ભાગ્યને નબળું સમજતા હોય છે.પરંતુ સરળ રીતે એવું પણ માંની લેવું યોગ્ય નથી.જયારે જીવનમાં જ્યોતિષવિદ્યા ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ રૂપે જોવા મળે છે.આપણા જીવનમાં ઘણીવખત ઘણી મુશ્કેલીઓ,હતાશાઓ,ખામીઓ અને અવરોધો આવે છે જેના કારણે વ્યક્તિ પોતે નિરાશ થઇ જાય છે.
એવું કહેવાય છે કે જીવનમાં અમુક નાની બાબતો ઘરમાં અવરોધ બનીને ઉભી થઇ રહી છે તો તે દરેક બાબત નશીબને લીધે થઇ રહ્યું છે તેવું ન કહી શકાય.પરંતુ આપણા સાથે કેટલાક વાસ્તુ દોષ પણ જોડાયેલા હોય છે.જયારે પણ ઘરનું નિર્માણ થાય છે અથવા ઘરમાં અમુક વસ્તુઓ યોગ્ય રીતે એટલે કે વાસ્તુ મુજબ ન હોય ત્યારે અનેક અવરોધો ઉભા થતા હોય છે.ઘરની વાસ્તુ ખામી પણ ઘણી હોય છે.
જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે,તો પછી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ,પૈસાની સમસ્યાઓ,ખરાબ લાગણીઓ,માનસિક ખલેલ તમને પરેશાન કરતી રહે છે.આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં અનેક વાસ્તુ ઉપાયો આપનાવા જોઈએ.ચીની વાસ્તુ એટલે કે ફેંગ શુઇ પણ આમાં મહત્વપૂર્ણ છે.ફેંગ શુઇમાં આવા અનેક ઉપાયો દર્શાવેલા છે.આ ઉપાયોથી આપણા અંગત જીવન અને અન્ય મુશ્કેલીઓથી છૂટકારો મેળવી શકીએ છીએ.
ફેંગશુઇ શાસ્ત્ર મુજબ ઘરમાં કાચબા રાખવાથી શું થાય છે –
દરેક વ્યક્તિએ કાચબાને જોયો હશે. કાચબો એક શાંત અને ધીમી ગતિશીલ અને લાંબા સમય સુધી જીવંત રહેતું પ્રાણી છે.કાચબાને શુભ પ્રતીક માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે ઘરમાં કાચબાના પ્રતીક રાખવાથી આર્થિક પ્રગતિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
જે ઘરમાં કાચબો હોય તેમના જીવનમાં મન શાંત અને સંપત્તિની પૂરતી પ્રાપ્તિ થતી રહે છે.વાસ્તુના સિદ્ધાંતો અપનાવવાથી વ્યક્તિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને કેટલાક નાના ઉપાયો અપનાવીને પોતાની બધી ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીઘરમાં કાયમાં માટે સ્થિર જોવા મળે છે.
જો તમને કોઈ તકલીફ કે ખામી હોય અથવા સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા હોય તે ઉપરાંત ઘરમાં આવકની સ્થિતિ સારી જોવા મળતી ન હોય તો પછી તમે તમારા જીવનની કેટલીક સમસ્યાઓનો અંત લાવી શકો છો.કેટલાક વિશાળ અને ફેંગશુઇ શાસ્ત્રીય ઉપાય અપનાવીને જીવનને સમૃદ્ધ અને સુખી બનાવી શકો છો.આજે તમને વાસ્તુ અને ફેંગશુઇ શાસ્ત્રના અમૂલ્ય કાચબા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જાણો તેના દ્વારા થતા ફાયદાઓ વિશે…
ઘરે કાચબો રાખવાનો ફાયદો –
શાસ્ત્રો અનુસાર જે ઘરમાં કાચબો રાખવામાં આવે છે તેના સભ્યોના આયુષ્યમાં વધારો થાય છે.અને તેમનું નસીબ પણ વધારે મજબુત થાય છે.તેથી કાચબાને ઘર અથવા ઓફિસમાં રાખવો ફાયદાકારક માનવામાં આવે છે.
કેટલીક બાબતોનું ધ્યાન રાખો –
ઘર અથવા ઓફિસમાં જો તમે કાચબો રાખો છો તો હંમેશા તેને ઉત્તર દિશામાં રાખવો જોઈએ.ઉત્તર દિશાને પૈસાની આવનારી દિશા માનવામાં આવે છે.તેથી કાચબાને ઉત્તર દિશામાં રાખવાથી સફળતા સાથે સંપત્તિનું આગમન થાય છે.જો તમે તેને ઉત્તર દિશામાં રાખવામાં અસમર્થ છો તો પછી કાચબાને પૂર્વ દિશામાં સ્થાપિત કરી શકાય છે.ધાતુથી બનેલો કાચબા સર્વસિદ્ધિ હિંમત અને સમૃદ્ધિ આપે છે.
આ રીતે કાચબો રાખવો નહિ –
જો તમારી પાસે ઘરની ઉત્તર દિશામાં બેડરૂમ છે,તો ભૂલથી પણ બેડરૂમમાં પાણીથી ભરેલા કાચબાને રાખશો નહીં.આવી સ્થિતિમાં ફક્ત ધાતુના કાચબા રાખો.શાસ્ત્રો અનુસાર બેડરૂમમાં પાણી રાખવું અશુભ માનવામાં આવે છે.
કાચબો પ્રોત્સાહન આપે છે –
નોકરી અને પરીક્ષામાં સફળતા મેળવવા માટે ઘરમાં કાચબાની પ્રતિમા મુકવી જોઈએ.પરંતુ ધ્યાનમાં રાખો કે કાચબો ત્યાંજ રાખો કે જ્યાં બાળક અભ્યાસ કરે છે.કાચબાની જેમ બાળકનું મન ધીમે ધીમે અભ્યાસ કરવામાં લાગે છે.અને તેને સફળતાઓ મળે છે.જયારે નોકરીમાં પણ પ્રગતિ થાય છે.
કાચબો શાંતિ અને ધૈર્ય આપે છે –
ફેંગશુઇના જણાવ્યા અનુસાર ઘરમાં રાખેલ કાચબો શાંતિ અને ધૈર્ય આપે છે.કાચબો ધીમે ધીમે ચાલે છે તેમ તમે પણ ધીમી રીતે સફળતા મેળવશો.કામની જગ્યાએ સિક્કાઓ પર બેઠેલો કાચબો રાખો.આ ધંધામાં પ્રગતિ લાવે છે.
સકારાત્મક ઉર્જા –
ઓફિસ અથવા ઘરના પાછળના ભાગમાં કાચબો રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે તમારા બધા કામ સફળ થાય છે.