
કમા ને લઈને વારંવાર વિવાદ થતો હોય છે. ક્યારેક કમાને કાર્યક્રમમાં ધુણાવવા બાબતે તો થોડા સમય પહેલા અલવીરા મીર સાથેનો એક વિડીયો સામે આવતા ત્યારે પણ વિવાદ થયો હતો.
આપણા ગુજરાતમાં અનેક કલાકારો છે કે જેવો વિદેશમાં જઈને પણ કાર્યક્રમો આપતા હોય છે. ગુજરાતમાં થોડા મહિનાઓ પહેલા કિર્તીદાનભાઈ ગઢવીના કાર્યક્રમમાં આવેલો દિવ્યાંગ કમો આજે એવો પ્રખ્યાત થઈ ચૂક્યો છે કે મોટા મોટા કલાકારોને પણ પાછળ છોડી દીધા છે.

પરંતુ કમા નું વ્યક્તિત્વ એવું છે કે તેને મળતા રૂપિયા તે પોતાના નાના એવા ગામ કોઠારીયા માં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. જ્યારથી કિર્તીદાનભાઇ ગઢવીના કાર્યક્રમથી કમો પ્રખ્યાત થયો છે ત્યારથી કમાનું નસીબ બદલાઈ ગયું છે.
પરંતુ કમો આજે ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત થઈ ચૂક્યો છે. મોટા મોટા કાર્યક્રમોમાં લોકો કમા ને ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે. કમા નું આગમન પણ મોંઘી દાટ લક્ઝરીયસ ગાડીઓમાં કરવામાં આવે છે.

કમાના હેલિકોપ્ટર વાળા ફોટા instagram એકાઉન્ટ પર શેર કરેલા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે કમાભાઈની પ્રથમ હવાઈ સફર.
રાતો રાત કમા નું નસીબ બદલાતા આજે કમા નું એક સપનું પણ પૂરું થઈ રહ્યું છે. કમાના instagram પેજ ઉપર હાલમાં કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં કમો અને તેના પિતા હેલિકોપ્ટરમાં હવાઈ સફરમાં નીકળ્યા હોય તેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

કમાભાઇનું વ્યક્તિત્વ જોતા ખ્યાલ આવે કે કમોં અને તેના પિતા સાવ સામાન્ય કપડામાં હેલિકોપ્ટરની સવારી કરી રહ્યા છે. આમ આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
તસવીરોમાં પણ જોઈ શકાય છે કમો અને તેના પિતા હેલિકોપ્ટરની અંદર બેસેલા છે અને જાણે કે કમાભાઈ નું નાનપણનું સપનું હોય તે પૂરું થઈ રહ્યું હોય તેવી ખુશી તેના ચહેરા ઉપર જોવા મળે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!