
ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરવા જતા ગુજરાતનો એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.
મિત્રો દિવસેને દિવસે દેશમાંથી વિદેશમાં જતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમુક લોકો અમેરિકા જેવા મોટા દેશોમાં જવા માટે ઘણી વખત ગેરકાયદેસર રીતનો ઉપયોગ કરતા હોય છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં કલોલમાં રહેતો પરપાંતીય પરિવાર ત્રણ વર્ષના દીકરા સાથે મેક્સિકોથી અમેરિકામાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરે છે.
આ ઘટનામાં ગાંધીનગરનો પરપ્રાંતીય પરિવાર મેક્સિકોથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન પરિવાર કાળનો શિકાર બને છે.
જ્યારે આ ઘટનામાં તેમની પત્ની અને ત્રણ વર્ષનો માસુમ બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ દરમિયાન પરિવારના ત્રણેય સભ્યો “ટ્રમ્પ વોલ” તરીકે ઓળખાતી 30 ફૂટ ઊંચી દિવાલ પરથી નીચે પડે છે. આ ઘટનામાં મૂળ યુપીના અને તેમજ હાલ કલોલમાં રહેતા બ્રિજકુમાર નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરના કલેક્ટર મામલતદારને કડક તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બ્રિજભાઈના ભાભીએ જણાવ્યું કે, બ્રિજ મારો દેવર છે.
તેવામાં બ્રિજની પત્ની પૂજાએ ફોન કરીને આ પ્રકારની ઘટનાની જાણકારી આપી હતી. પરંતુ આ ઘટના કેવી રીતે બની અને ત્યાં શું થયું? તે પ્રકારની કોઈ વાત પૂજા એ કરી ન હતી.
તેઓ 18 નવેમ્બરના રોજ પોતાની પત્ની અને પુત્ર સાથે ગયા હતા. જ્યારથી તેઓ ગયા ત્યારબાદ ખાલી હાલચાલની વાત જ થતી હતી.
તે ગયો ત્યારબાદ તેની સાથે કંઈ વાત જ નથી થઈ. પેપરમાં આવ્યું અને અમને ખબર પડી. ફોનમાં કઈ વાત જ નથી થઈ. બ્રિજ કલોલ જીઆઇડીસીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો.
આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા બ્રિજની માતાએ જણાવ્યું કે, અમે મૂળ યુપીના રહેવાસી છીએ. બ્રીજ પોતાની પત્ની પૂજા અને પુત્ર તન્મય સાથે 18 નવેમ્બરના રોજ ફરવા માટે નીકળ્યો હતો.
હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. મળતી માહિતી અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે ગેરકાયદેસર અમેરિકામાં જવા માટે 1.25 કરોડ રૂપિયાની ડીલ નક્કી થઈ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ Logicalgujju ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Logicalgujju” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!