જે ઘરમાં થાય છે આ ૩ કામ ત્યાં હમેશા માટે નારાજ રહે છે માતા લક્ષ્મી …

0

આજના આ સમયમાં દરેક વ્યક્તિ પાસે પૈસા હોવા ખુબ જરૂરી છે.પૈસા વગરનું જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું રહે છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પ્રયત્નો કરે છે કે તેઓ વધુને વધુ પૈસા કમાઈ શકે.પરંતુ પૈસા કમાવવા માટે કુશળતા સાથે સારા નસીબ હોવું પણ ખુબ મહત્વપૂર્ણ છે.ઘણા લોકો પૈસાની આવક તો ઉભી કરતા હોય છે.પરંતુ આવક કરતા ખર્ચ વધારે થતો રહેતો હોય છે.જેના કારણે તેમની આર્થિક સ્થિતિ લથડી જાય છે.

ઘણા લોકો પૈસાની બચત થઇ રહે પોતાની ધન સંપત્તિમાં વધારો થતો રહે તે માટે દેવી લક્ષ્મીની પૂજા કરતા હોય છે.એવું કહેવામાં આવે છે કે લક્ષ્મી જે ઘરમાં રહે છે ત્યાં પૈસાની કમી ઉભી થતી નથી.તેથી જ દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને ખુશ કરવાના અનેક ઉપાયો કરતા રહે છે.પરંતુ દરેકના ઘરે માતા લક્ષ્મી રહેતી નથી.

જો તમે તમારા ઘરમાં કેટલીક વિશેષ વસ્તુઓ કરો છો,તો માતા લક્ષ્મી તમારાથી ગુસ્સે થઈ શકે છે અને આપણા ઘરેથી હંમેશા માટે જતા રહે છે.આવી સ્થિતિમાં ઘરમાં પૈસા સબંધી ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે.દરેક પ્રકારની મહેનત કરવા છતાં ઘરમાં પૈસા ટકતા નથી.માટે જો તમે પણ માતા લક્ષ્મીને પોતાના ઘરમાં લાંબા સમય માટે રોકવા માંગો છો તો ઘરે આ કાર્ય બિલકુલ ન કરશો..

ઘરમાં ગંદકી –

જે ઘરમાં સ્વચ્છતા અંગે વિશે કાળજી રાખતા નથી,તે ઉપરાંત ઘરના દરેક ખૂણામાં ધૂળ-માટી ફેલાઈ ગઈ હોય તે સાથે દીવાલો પર કરવાળીયાના જાળા થઇ ગયા હોય.તેમ જ ઘરમાં રસોઈના વાસણો રાતોરાત રસોડામાં રાખવામાં આવે છે,ઘણા દિવસો સુધી કચરો ઘરમાં પડી રહે છે.આ દરેક બાબત થઇ રહી છે તેવા ઘરમાં દેવી લક્ષ્મીઆવવાનું પસંદ કરતા નથી.તેનું કારણ એ છે કે ઘરમાં આવી ગંદકીને લીધે ત્યાં નકારાત્મક ઉર્જાનું સ્તર ખૂબ વધી જાય છે.એવું કહેવાય છે કે જે ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે,ત્યાં લક્ષ્મીજીને આવવાનું કે રહેવાનું પસંદ નથી.તેથી હંમેશાં ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

મહિલાઓનું અપમાન –

દરેક સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.માટે ઘરમાં રહેલી પુત્રવધૂ,માતા બહેન કે કોઈ પણ સ્ત્રીનું આપમાન કરવામાં આવે તો આવી સ્થિતિમાં લક્ષ્મી ક્યારેય તેવા ઘરમાં આવવાનું પસંદ કરતી નથી.જ્યાં મહિલાઓ સાથે સારો વ્યવહાર કરવામાં ન આવે,તેમનું અપમાન કરવામાં આવે છે અથવા તેમની સાથે કોઈ પણ પ્રકારની હિંસા થાય છે.આવા ઘરોમાં ગરીબી આવવા લાગે છે.તેથી તમારે તમારા ઘરની મહિલાઓને માન આપવું જોઈએ અને તેમની સાથે કોઈ પણ રીતે દુર્વ્યવહાર ન કરવો જોઈએ.

શુક્રવારે માંસાહારી વસ્તુનું સેવન –

માતા લક્ષ્મીને પ્રાણીઓ પ્રત્યે ઘણો પ્રેમ છે.તે ઉપરાંત શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ ઘણાય છે.જો કોઈ પણ ઘરમાં ખાસ કરીને શુક્રવારના દિવસે કોઈપણ પ્રકારનું માંસનું સેવન કરવામાં આવે છે તો તેવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય આવતી નથી.આ દિવસે તમારે ઘરે કોઈ પણ પ્રકારનું માંસાહારી ભોજન બનાવવું જોઈએ નહીં અથવા તેને બહારથી ન લાવવું જોઈએ.જો જરૂરી હોય તો તમે ઘરના કોઈ પણ બહારના સ્થળે જઈને ખાઈ શકો છો.તે ઉપરાંત આ સ્થિતિમાં શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા પણ ન કરવી જોઈએ.

Share.

About Author

Leave A Reply