મોદી સિવાય આટલું મોટું કામ ફક્ત સોનું સૂદ જ કરી શકે,જાણો એમનું આ મોટું કામ…

0

ફિલ્મોમાં વિલનનો કિરદાર નિભાવનાર સોનુ સુદ અસલમાં હીરો છે.બોલીવુડ અભિનેતા સોનુ સૂદ પ્રવાસી મજૂરોની મદદ કરતા આવ્યા છે. પ્રથમ લોકડાઉનમાં સ્થળાંતર કરતા મજૂરો કે જેઓ પગપાળા કરીને વતન ફરતા હતા તેમને ઘરે લાવ્યા બાદ સોનુ સૂદે લોકોને રોજગાર આપવાનું વચન આપ્યું હતું. આ પછી હવે અભિનેતા બીજી સહાય માટે આગળ આવ્યા છે. અભિનેતાએ હવે 20 હજાર સ્થળાંતર કરનાર મજૂરોની રહેવાની વ્યવસ્થા કરવાની જાહેરાત કરી છે. સોનુ સૂદે કહ્યું છે કે તેઓ 20 હજાર કામદારોને તેમની અરજી ‘માઇગ્રન્ટ એમ્પ્લોયમેન્ટ’ દ્વારા નોઈડામાં એક ટેક્સટાઇલ યુનિટમાં કામ અપાવવા માટે અને રહેવાની વ્યવસ્થા કરશે.

સ્થળાંતર કેરનાર મજૂરોની મદદ માટે તાજેતરમાં સમાચારોમાં આવેલા સોનુ સૂદ કોરોના વાયરસના વાતાવરણમાં સતત મદદ કરી રહ્યા છે. રોજગાર આપ્યા બાદ હવે સોનુ સૂદે ટ્વિટર પર ઘરની વ્યવસ્થા કરી આપવાની માહિતી આપી છે. અભિનેતાએ એક ઈન્ફોપોસ્ટર શેર કર્યો છે, જેના પર લખ્યું છે – રોજગાર સાથે હવે ઘર પણ.

સોનુ સૂદે પોસ્ટમાં લખ્યું- હવે 20,000 પરપ્રાંતિય કામદારો માટે ઘરની વ્યવસ્થા કરી આપવામાં મને ખુશી થાય છે, જેમને ‘સ્થળાંતર રોજગાર’ ના માધ્યમ દ્વારા નોઈડામાં ટેક્સટાઇલ યુનિટમાં નોકરી આપવામાં આવી છે. NAEC ના અધ્યક્ષ લલિત ઠુકરાલના ટેકાથી અમે આ ઉમદા કામ માટે ચોવીસ કલાક કામ કરીશું.

અભિનેતાએ રોજગાર પૂરા પાડવા માટે એક એપ્લિકેશન શરૂ કરી હતી, જે કામદારોને મદદ કરી શકે. આ એપ્લિકેશનનું નામ “પ્રવાસી રોજગાર” છે, જેના દ્વારા લોકોને મદદ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્લિકેશન હાલમાં અંગ્રેજીમાં છે અને ટૂંક સમયમાં આ એપ્લિકેશન પાંચ ભાષાઓમાં કરવામાં આવશે, જેથી કામદારો તેનો સરળતાથી ઉપયોગ કરી શકશે. આ તે મજૂરો માટે અસરકારક રહેશે કે જેઓ રોજગાર માટે પોતાનું ઘર છોડીને બીજા શહેરમાં જશે.

Share.

About Author

Leave A Reply