મોર પંખના આ ઉપાયથી ચમકી જશે તમારું કિસ્મત, થશે હનુમાનજીની એવી કૃપા કે જીવનમાં ક્યારેય નહિ આવે સમસ્યા…

0

હિન્દુ ધર્મમાં અનેક પ્રાચીન માન્યતાઓ જોવા મળતી હોય છે.તેવી જ રીતે દરેક વ્યક્તિ જીવનમાં સુખી થવા માટે કેટલાક ઉપાયો પણ કરતો હોય છે.જયારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જયારે આપણે ભગવાન શ્રીકૃષ્ણની વાત કરીએ તો તે મુખ્યત્વે તેમની વાંસળી અને મોર પંખ માટે જાણીતા છે.

ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમના પ્રતિક તરીકે ઓળખાય છે.તેમના માથા પર ખાસ કરીને મોર પંખ રાખે છે.જેના કારણે મોર પંખને વધુ મહત્વ આપવામાં આવે છે.અમુક ઘરોમાં તમે પણ જોયું હશે કે પોતાના ઘરોમાં મોરના પીંછા રાખતા હોય છે.આ જ કારણ છે કે મોરના પીંછા રાખવાથી નાની જીવાત દૂર થાય છે.તે દરેક લોકોને પ્રિય હોય છે.તેની સુંદરતા લોકોને તેની તરફ ખેંચી લેતી હોય છે.

લોકો એવું પણ મને છે કે આ મોર પંખ અનેક રીતે શુભ માનવામાં આવે છે.પરંતુ જો તેને યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો તેના બીજા ઘણા ફાયદા પણ આપે છે.જેની મદદથી આપણે આપણા જીવનમાં આવતી દરેક સમસ્યાઓનું સમાધાન મેળવી શકીએ છીએજો ઘરમાં મોરના પીંછા યોગ્ય પદ્ધતિથી સ્થાપિત કરવામાં આવે તો વાસ્તુ દોષો પણ દૂર થાય છે અને કુંડળીના તમામ નવ ગ્રહોની ખામી પણ શાંત થાય છે.

નવ ગ્રહોની ખામી દૂર કરવા માટે મોરના પીંછાનો ઉપાય –

રાહુ દોષ –

જે વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય તો તેમના કુટુંબના સંબંધો પણ તે અવરોધ ઉભો કરે છે તે ઉપરાંત શરીરમાં કોઈ પણ સમસ્યા પણ લાવી શકે છે.જો રાહુ કુંડળીમાં ખામીયુક્ત છે,તો પછી તાવીજમાં મોર પંખ બાંધો અને તેને જમણા હાથમાં પહેરો.આ ઉપાય કરવાથી રાહુ દોષ દૂર થાય છે.તે સાથે જો તમે કોઈ શારીરિક બીમારીથી પરેશાન છો અથવા કોઈ સમસ્યા અવરોધાય છે,તો તે પણ દૂર થાય છે.

કેતુ માટે ઉપાય –

શનિવારે સૂર્યાસ્ત થયા પછી મોર પીંછા લાવો.આ લાવેલા પીંછા નીચે ભૂરા રંગનો દોરો બાંધવો.તે ઉપરાંત પ્લેટમાં પીંછા સાથે એક સોપારી મૂકો.આની પર ગંગા જળનો છંટકાવ કરતી વખતે ऊँ केतवे नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો 21 વાર જાપ કરો.

સૂર્ય દોષ –

રવિવારે નવ મોરના પીંછા લો અને પીંછા હેઠળ ખાસ રંગીન મરૂન દોરો બાંધો,આ પછી થાળીમાં પીંછા સાથે નવ સોપારી રાખો,તેના પર ગંગાજળ છાંટી અને ॐ सूर्याय नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો જાપ 21 વાર કરો.આ પછી તમે સૂર્ય દેવને બે નાળિયેર અર્પણ કરો.આ કરવાથી તમારી કુંડળીમાં સૂર્ય સંબંધિત ખામીઓ દૂર થશે.

મંગળ ઉપાય –

મંગળવારના દિવસે સાત મોરના પીંછા લાવો.પીછા હેઠળ લાલચટક દોરો બાંધો.આ પછી પ્લેટમાં પીંછા સાથે સાત સોપારી મૂકો.તેમની પર ગંગા જળનો છંટકાવ કરતી વખતે ऊँ भू पुत्राय नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો 21 વાર જાપ કરો.આ કરવાથી મંગળ દોષ શાંત થાય છે.

બુધનો ઉપાય –

બુધવારે છ મોરના પીંછા લાવો.પીછા હેઠળ લીલો દોરો બાંધો.પ્લેટમાં પાંખો સાથે છ સોપારી અને બદામ મૂકો.તેના પર ગંગા જળનો છંટકાવ કરતી વખતે ऊँ भू पुत्राय नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો 21 વાર જાપ કરો.આ પણ બુધના દોષો શાંત કરે છે.

ગુરુનો ઉપાય –

ગુરુવારે મોરના પાંચ પીંછા લાવો.પીછા હેઠળ પીળો દોરો બાંધો.આ મોરના પીંછાને એક થાળીમાં પાંચ સોપારી સાથે મુકો.તેના પર ગંગા જળનો છંટકાવ કરતી વખતે ऊँ ब्रहस्पते नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો 21 વાર જાપ કરો.

શુક્ર માટે ઉપાય –

શુક્રના દોષને શાંત કરવા માટે શુક્રવારે મોરનાં ચાર પીંછાં લાવો.આ પીછા હેઠળ ગુલાબી દોરો બાંધો.તેને પ્લેટમાં ચાર સોપારી સાથે મુકો.આના પર ગંગાજળનો છંટકાવ કરતી વખતે ऊँ शुक्राय नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો 21 વાર જાપ કરો.તેનો લાભ ચોક્કસ દેખાશે.

શનિનો ઉપાય –

શનિવારે મોરના ત્રણ પીંછા લાવો.પીછા હેઠળ કાળો દોરો બાંધો.તેને એક પ્લેટમાં ત્રણ સોપારી સાથે મુકો.તેના પર ગંગા જળનો છંટકાવ કરતી વખતે ऊँ शनैश्वराय नमः जाग्रय स्थापय स्वाहा: આ મંત્રનો 21 વાર જાપ કરો.

Share.

About Author

Leave A Reply